પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૯
પ્યારની વૃદ્ધિ

અમે "કવાયદી સૈન્ય” કહીએ છિયે, તેવા સરદારોનું લશ્કર ઘણીક રીતે, જેમણે પોતાની જિંદગી આખો વખત યુદ્ધ કૌશલ્યમાં કહાડી હોય, તેવા પ્રકારના સરદારવાળું સૈન્ય - અનુભવ મેળવેલા સરદારના હાથ નીચેનું લશ્કર, સઘળી “વલણ” (drill ) સારી રીતે જાણે છે; અને શક્તિમંત ને સારા 'કમાંડરો,' અર્જુન કે દ્રોણની વ્યૂહરચના જાણી તે પ્રમાણે અથવા નેપોલિયન અને વોશિંગ્ટનની યુદ્ધકળા પ્રમાણે વર્તે છે. પણ માત્ર તેમાંનો અંશ શોધી, સમયને વર્તી યુદ્ધરીતિએ કેમ વર્તવું, તે ઘણીક વેળા જાણતા નથી, અને કેવા પ્રકારે અવ્યવસ્થા સમયે વર્તવું, તેને નિયમ નક્કી ન કરવાથી, ઘણીવાર સંકડાસમાં આવી પડે છે. ખરી રીતે દરેક સિપાહે વાવટાના ધોરણપર પોતાને ચાલવાનું છે. તેની નજર તેના સામાજ રહેવી જોઈયે; તે તરફથી મટકું પણ ખસેડવાનું નથી, જ્યારે નગારાવાળા કે રણસિંગાવાળાઓ બહુ સાવચેત રહીને “વધવું” (advance), “હઠવું”, (retreat), “આશ્રય લેવો” (rally), “ભરાવું;” કે “હરોળ બદલવી” (charge), એ કમાન્ડરના હુકમ મુજબ બજાવી, વાવટાવાળાને એક સરખો સાવધ રાખવો પડે છે, ત્યારે જ સરદારનું ચાતુર્ય જણાય છે. વળી “પરા”ની રચના સ્થાપવી અથવા પાંચ પાંચ કે છ છ માણસની હાર બાંધવી, જેથી ડાબી જમણી, પૂંઠ કે સામી બાજુએ ફરવાને સહેલ પડે અથવા ખરી રીતે શત્રુ સામા કેવા પ્રકારે વર્તવું તેમાં સર્વ રીતે તરત ઉપયોગી થઈ પડે તેવા નિયમ સ્થાપવા.

આ નિયમો ઘણીક રીતે જાણવા જેવા હોય છે. લશકરને કેમ તૈયાર કરવું, દૂતોને કેમ જાગ્રત કરવા, કેવા પ્રકારનો ડંકો કરવો અને ક્યાં અને કેમ ઝંપલાવવું એ જાણવાની ખાસ જરૂર દરેક સરદારને છે. હિંદી લશ્કર તે જાણતું હોય છે, પણ તેની વ્યવસ્થા બરાબર હોતી નથી. આરટિલરી એક બાજુએ ગમે તેવા મારો ચલાવે, કેવલરી ગમે ત્યાં તૂટી પડે, “કમાન્ડર” હુકમ આપવામાં સાવધતા ન વાપરતાં ગમે તેવો હુકમ આપે ને છાવણીમાંથી ગમે તેમ બહાર પડે, તેથી ઘણો