પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૦
શિવાજીની સુરતની લૂટ


ઘોટાળો વળી જાય છે, ડંકો ગમે તેવો એક રાગી સ્વર કાઢ્યો જાય છે, ને તે ક્યાં જવાને બદલે ક્યાં લઈ જાય છે. લશ્કરી “કોલમ" ની રચના પણ ઓર પ્રકારની હોય છે; હમેશાં નિયમિત યુદ્ધ વખતે બહુ ગભરાટ થઈ પડે છે; તે આ થેાડી કવાયદવાળાને, લૂટવા આવેલા લશ્કરમાં ગભરાટ જણાય તેમાં નવાઈ નથી. શિવાજી જાતે મોટો સૈન્યાધિપતિ હતો, પણ તેનું લશ્કર “રીતસર” (રેગ્યુલર ટ્રૂ૫) ન હતું. સિપાહો ગભરાયલા, રણસ્થંભની યોજના નહિ, સરદારો પણ પાકા ને ઘડાયલા નહિ, “કોલમ” ગોઠવાયલા નહિ ત્યારે ગભરાટ, ભય, મુશ્કેલી કેમ ન જણાય ? તો પણ શત્રુને બળવાન ધારી, ઉશ્કેરણીથી મરાઠાઓ અગાડી વધ્યા; ને 'રામદાસ સ્વામીચા જય' એમ બૂમ મારતા બહાર નીકળ્યા.