પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
શિવાજીની સુરતની લૂટ


નિયમિત લડાઈ લડવાની ટેવ મરાઠાઓને હતી નહિ, પણ આ સમયે તેઓ આવા યુદ્ધને માટે તૈયાર થયા; ને તેમ થાય તો જ આપણને જય મળે, ને વધેલી લૂટ લઈ જઈ શકિયે એવો વિચાર પોતાના મન સાથે શિવાજી કરતો હતો. પણ “રણસ્તંભ " રોપવાની આ જગ્યા નહોતી, ને તે માટે કશી તૈયારી પણ નહોતી. સંજોગથી આ સમયે શિવાજીને આ વિચાર થતો હતો ત્યારે નવરોઝ, મરાઠાના વિલંબનું કારણ શું છે તે શોધવાને મથતો હતો. તેના મનમાં વિશેષ ભય પ્રાપ્ત થયો કે જો નિયમિત યુદ્ધ ચાલે તો ખચિત ઘણી ખરાબી થાય. એક તો સૈન્ય નાનું ને બીજું એ કે તે બીનકવાયદી હતું. પણ નવાબના મહેલમાંથી આવેલી “કેવલરી ” (હેદલ) સૌથી સરસ હતી, તેમાં હિરાતી ને તુરકોમાની ઘોડાઓ એવા તો સરસ હતા કે, તેવા સરસ તેના મુકાબલામાં ભાગ્યે જ મરાઠામાંથી ચેાથો ભાગ પણ નીકળી શકે; ને તેથી નવરોઝ સરદારના જીવને લગાર વધારે ઠંડક હતી કે કદાચિત શિવાજી “રણસ્તંભ” રોપીને લડાઈ ચલાવવા માંડશે તો તેમાં નવાબ કરતાં વિશેષ હાનિ તેને જ થવાની. આ વિચાર ખરો હતો ને તે ધારવામાં નવરોઝની ગણત્રી આ વખતે બહુ અનુભવી ને આબાદ ઉતરે તેવી હતી.

દુમાલનું મેદાન, જો કે ઘણું મોટું હતું, તથાપિ તેમાં ઉંચી નીચી જમીન, બાજુએ ટેકરા ટેકરી અને વળી ઝાડોથી ભરેલું હતું, ત્યાં નિયમિત યુદ્ધ થવા માટે કોઈ પણ મોટી જગ્યા હતી નહિ. લડાઈમાં જેઓ પહેલે સપાટે ફતેહ મેળવે, તે જ બાજુને સઘળી વેળા ફાવતું આવે, પછી બીજી બાજુ ગમે તેવી સબળ હોય તોપણ તેનું કશુંએ વળે નહિ. ખરી રીતે, આ જગ્યા માત્ર છુટી છવાઈ મારામારી માટે જ યોગ્ય હતી. જો લુટારાઓ એકવાર ચઢી આવી પછી પાછા નાસરડું લે તો ક્યાં ભરાઈ બેઠા છે તેની કેટલીકવાર કંઈ ખબર પણ પડે નહિ. આવી રચનાવાળી જગ્યા, કે જે અવર્ણનીય પંચરંગી હતી, ત્યાં કોઈ