પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪
શિવાજીની સુરતની લૂટ

હોઠપર આંગળી લગાડી બેાલ્યો; “નવાબ સાથે સલાહ કરું ? તે માટે દૂત- સંદેશ કહાવું ! પણ તે તકનો લાભ લઈ કદી એકદમ તે તૂટી પડે તો પછી ઈલાજ શો ? તેઓ દગાખોર છે, સત્ય ને ન્યાયને જોતા નથી, ને હાથ આવેલી તક ચૂકશે નહિ. મારી નબળાઈ જોઈ વધારે જોરમાં આવશે. મારી નબળાઈ જોઈ મરાઠાઓ પછી મારા હુકમને પત કરશે નહિ; તેઓ પોતાનો જુસ્સો અજમાવતા અટકી પડશે: ને અત્યાર સૂધીમાં મેળવેલી કીર્તિ ને નામના જતાં રહેશે. મરાઠાઓ ભરતખંડના ઈતિહાસમાં નામના કરવાના નહિ જ કે ? ના, ના, મને મારા જોરનો તો અવિશ્વાસ છે, પણ રામદાસ સ્વામી પોતાના શિષ્યને મદદ કરશે જ. ચાહે તે થાઓ ! મુસલ્લાઓને તેમનું જોર અજમાવવા દો ! તેઓ શું નુકસાન કરી શકવાના છે ! નુકસાન તો આમે ને તેમે છે જ. સુલેહ કરીશું તો અપમાન ભરી ગણાશે, નાસીશું તો અપજય મળશે, માણસો કપાઈ મરશે ને મેળવેલી લૂટ ગુમાવીશું ! શા માટે બહાર નીકળતી મરાઠી પ્રજાના તરુણોને પોતાનું નસીબ અજમાવવા ન દેવું ? એ કાફરોને તો બકવાની ટેવ છે તે બકબક કરશે જ. મારે લૂટ તો લેવી જ.” એવા વિચારથી શિવાજી વડના ઝાડ આગળથી, વિચાર કરતો આગળ આવ્યો ને લશ્કરમાં સામેલ થયો.

ભગવો ઝુંડો લઈને અગાડી લડવાને મેદાન પડવા માટે મરાઠા સિપાહો હવે તત્પર થયા. શિવાજી બહાર આવ્યો. પોતાનાં માણસોને ઉત્તેજન આપવા મહાદેવ ને ભવાની માતાને પ્રસન્ન કરવા એક બકરાનું બળિદાન આપ્યું, ને તેનાપર ઘાસની પુળીઓ મૂકી એક મોટો ભડકો કીધો. એ જોઈને પ્રજારક્ષક સૈન્યના સરદારો જરાક ગભરાયા, પણ તુરત નવરોઝે એક યુક્તિ શોધી કાઢી. લશ્કરને વ્યુહમાં ગોઠવ્યું. એ ગોઠવણથી દરવાજાનાં મોં લગણ ને ઠેઠ અંદર સુધી નજર કરે તો પણ લશ્કર જણાય ને મરાઠાઓ પોતાની ગણત્રીમાં નિષ્ફળતા પામે. હવે પ્રાતઃકાળ થયો હતો. નવરોઝ, સુરલાલ, મોતીબેગમ, ખેાજો મશરુર