પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૧૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫
દુમાલનું મેદાન

ને હમણાં પાંચમો સરદાર એક તદ્દન તરુણ પણ અજાણ્યા સિપાહ તરીકે દાખલ થયો હતો ને જેનો વેશ તદ્દન વિચિત્ર હતો તેને સેનાપતિ નીમ્યો. નવરોઝે એક ફેરો બધી બાજુએ મારી લીધો. તે ઠેઠ પછાડી ગયો, ને કયાં સુધી મરાઠાની નજર પહોંચતી નથી તે તપાસી લીધું.

પણ એટલામાં એક અકસ્માત થયો. નવરોઝની રચનાનો ભેદ એક મરાઠા સિપાહે જાણ્યો. એક મરાઠો પોતા સાથે શિવાજીની ગુલામડી રમાને લઈને આવી પહોંચ્યો ને તે લશ્કરના પાછલા ભાગપરથી નીકળવાની ગોઠવણ કરતો હતો.

નવરોઝની તેનાપર નજર પડતાં તેણે એકદમ તરવાર ખેંચી પેલા મરાઠાને કાપી નાંખ્યો, ને તે જોતાં જ આકસ્મિક બનાવથી ભયભીત થઈને રમા મૂર્છા ખાઈને પડી ગઈ.

“યે કૌન હય? દેખો, જાસૂસ તો નહીં ?” નવરોઝે ઘોડાપરથી હુકમ કીધો.

“એ મરાઠેણ છે ને ભયથી વિભ્રાંત થઈ ગઈ છે. કાલે તે શહેરમાં ફરતી હતી, ને લાલા જેવી જણાતી હતી;” એક કણબી સિપાહે જણાવ્યું.

“પનાહ અય સરદાર પનાહ! મયઁ ગરીબ હું, મયઁને કિસીકા કુછબી બિગાડા નહીં હય. ઔરત જાતકો મારના તુમ્હકું લાજિમ નહીં.” ભયથી મૂક્ત થતાં થરથર ધ્રુજતાં, બેસતા અવાજે રમા હિંદુસ્થાનીમાં બોલી.

“તુમ જાસુસ ન હોગી તો હમ તુમકો બચાયેંગે;” નવરોઝે કહ્યું, “સચ બોલના, ઝૂટ બાત મત કરના. તું કહાંસે આઈ, કિધર જાતીથી, ઔર કામ કૌનસા થા?”

“મહારાજ ! મયઁ ગરીબ ઔરત અહમદનગરકી રહેનેવાલી હું. શિવાજી મુઝે પકડકર ઇધર લે આયા હૈ, ઔર મયઁ કલ શહેરમે દેખનેકો ગઇથી, વહાંસે યે બદબખ્ત મુઝે પકડકર શિવાજીકે પાસ લે