પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
શિવાજીની સુરતની લૂટ

જાતાથા. મયને ન લે જાનેકા બહોત સમઝાયા, લેકિન મેરા કુછબી સુના નહીં, ઔર યે નતીજા પાયા. યહી મેરી જિંદગાનીકી હકીકત હય". રમાએ કહ્યું.

“તેરી મરજી શિવાજીકે પાસ જાનેકી હય ?”

“મહારાજ ! આપકી કુછ કરમ બખશીશ હોવે તો વહાં સલામત પહોંચા દેના, જાકર બહોત તારીફસે શિવાજીકો કહુંગી કે જૈસા મરાઠા બેરહેમ હય, વૈસા બેરહમ મુસલમાન નહીં. મરાઠેને મુઝે ગુલામ બનાઈ, લેકિન મુસલમાનને આજાદી દેદી.”

“હમારે નવ્વાબ આલીશાનકી શાનકે ખાતિર એક ઔરત જાતપર એહસાન કરના કોઈ બડી બાત નહીં.” મેાતી કે જે આ ગડબડ થતી સાંભળીને પાસે આવી લાગી હતી તે બોલી, “અય હસીન ઔરત, જાકર ઉસ શયતાન ખસ્લત શિવાજીકો કહ દેના કે, તૂને જિસ હવયાનીયતસે હમારી ગરીબ રેયાયાપર જુલ્મો સિતમકા બારિશ બર્સાયા હય, વયસા કમીનાપન હમારે હાથેાસે હોનેવાલા નહીં. ઈસે પહોંચાને કૌન પહલવાન જાયગા ?”

“બન્દા તૈયાર હય. અગર નવરોઝકા ફર્માન હો, તો ઔર દો સિપાહોંકે સાથ મયે શિવાજીકે પાસ જાઉં ઔર ઇસ નાજનીનકો બે ખૌફ મરહટ્ટોંકી છાવનીમેં પહોંચાઉં.” પેલા પાંચમા નવા સરદારે એકદમ આગળ વધી આવીને કહ્યું. મેરી જિન્દગીકી આપ કોઈભી ફિકર ન કરો બન્દેકા હાફિજ પરવરદિગાર હય – મેરી તલવાર આબદાર ઔર હાથ જોરદાર હય !”

ચાર માણસની ઘોડેસ્વાર ટૂકડી મરાઠાની છાવણી તરફ આવવાને નીકળી. સઘળા પ્રજારક્ષક સૈન્યના યોદ્ધાઓ આ તમાશે જોઈ રહ્યા ને શું બનાવ બન્યો છે, તે જાણવા માટે ગણગણાટ કરવા લાગ્યા.

જે ક્ષણે શિવાજી મહાદેવ ને ભવાનીને ભાવથી ભોગ આપી, ભાવીનો ખ્યાલ કરતો બહાર આવ્યો, તે જ ક્ષણે આ ટૂકડી આવી.