પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૧૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૮
શિવાજીની સુરતની લૂટ


“ક્યા હમકો કુત્તે કહતા હય ! શયતાન, સુવર, કાફિર !” એકદમ ગભરાવી નાંખે તેવા આસપાસ ઉભેલા મરાઠાઓએ દાંત કચકચાવી પોકાર કીધો - “એકદમ આ સોમનાથને નાશ કરનાર શેતાન સુવરને કાપી નાંખો-” તરત એકદમ પાંચપચાસ તરવાર મ્યાનમાંથી બહાર ઝગઝગી રહી.

“ઓ રહજન, ડાકૂ, હલાકૂ ! તૂ અપને દિલમેં ક્યા જાનતા હય બહાદુર મુસલમાનકોભી પહચાનતા હય ? અગર હિમ્મત હય,તો એક એક કરકે મયદાનમેં આજાઓ. વલ્લાહ. તલવારકા વો વાર કરું કે એકહી વારસે ફિન્નાર કરું !” એમ બોલતા સાથે મરાઠાઓ સામા ત્રાટ્ક્યા. તરવાર તુરત જોસમાં મ્યાનમાંથી નિકળી ને તે જોઈ સઘળાઓ સ્તંભ રહ્યા. આ સ્થળે મોટું યુદ્ધ થતાં પહેલાં નાની ઝપાઝપી થાત, ૫ણ હરપ્રસાદે વારીને સૌને અટકાવ્યા.

“ક્યા હય ?” હરપ્રસાદે પૂછ્યું,

“કુચ નહીં” તે સરદારે જવાબ દીધો. “હમકો તુમ્હારે સરદાર પાસ લે જાઓ. હમ ઔર કઈ બાત સુનના નહીં ચાહતે.” આ નવો મુસલમાન સરદાર હંમેશાં જેટલો બહાદુર ને શૂરાતન ને પુરુષાતનવાળો હતો, તેના કરતાં વિશેષ આજે બન્યો હતો ને તે ધારે તે કરતાં પણ આજે તેનામાં જુસ્સો વધારે આવ્યો હતો. મરાઠાઓની રીતભાત ધર્માંધપણું ને બહાદુરી આદિના રહસ્યને તેણે માત્ર રસ્તાની પાંચ મિનિટની રમાની વાત પરથી જાણ્યું હતું, ને તેનો જ લાભ લીધો હતો. તેણે શત્રુવટ બતાવી નહિ, પણ બહાદુરી બતાવી; તે લડવા તૈયાર હોય તેના કરતાં મરવાને વધારે હતો. પોતાના બે સાથીઓને સાનમાં જણાવ્યું કે, મારવા કરતાં મરવાને તત્પર રહેજો ને લડવાના વખતની તૈયારી કરી તે કરી બતાવવાને વધારે તૈયાર રહેજો. તેઓ આ બરાબર સમજ્યા હતા.

જે અપમાનવાચક શબ્દો મુસલમાન સરદારે કહ્યા હતા, તે મરાઠાએાના કાળજામાં કોતરાઈ ગયા હતા, ને તેથી તેઓ તેનું વેર લેવા તત્પર હતા. પણ હરપ્રસાદે વાર્યા તેથી લગાર થોભ્યા, છતાં મન ભરાયું