પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શિવાજીની સૂરતની લૂટ

શોધક નરો ઘણા માનથી જોય છે. સુરતમાં ઘણા ઘણા પ્રકારના વેપાર ધંધા એ સમયે ચાલતા હતા. તે અરસામાં સરાફી પેઢીઓ ઘણીક સ્થપાઈ હતી; ઘણી ધીકતી હતી. અંગ્રેજોને માલ મત્તા આપવામાં વૈશ્ય ન્યાતના એક આત્મારામે, ઈ. સ. ૧૬૪૦ માં આગળ પડી પ્રથમ સારી આંટ મેળવી. એ વખતે અંગ્રેજોને ખાનદાન ને કુળવાન નરો ઉપર ઘણો ભાવ હતો, કેટલાક અંગ્રેજો, જેઓ હલકા ને નોકરી માટે ઈસ્ટ ઇંડિયા કંપની સાથે આવેલા, તેઓ જે લુચ્ચાઈ દોંગાઈથી અને લાંચ રુશવતથી નાણાં મેળવતા અને તે પોતાની પાસે રાખે તો પ્રસંગ પડે પકડાઈ જાય, એ ભયથી આ સરાફી પેઢીમાં જમે કરાવતા, ને જ્યારે વિલાયત જતા, ત્યારે કેટલીક રકમ બક્ષિન્દા આપી, નાણાં લઈ પોતાને દેશ સિધારતા હતા. વંશપરંપરાથી અને સાફ દ્યાનતના હોવાથી, અંગ્રેજોમાં પ્રથમ આત્મારામની સાખ ધણી વધી. એ પેઢી પડી ભાંગી ત્યાં સૂધી તેની સાખ તેવી જ હતી. ફ્રેન્ચ અને અંગ્રેજો વચ્ચે બાકસને અજીરે લડાઈ થતી હતી, તે લડાઈમાં ઘણા અંગ્રેજો મરણ પામતા અને તેમનાં ઘણાં નાણાં આત્મારામ ભૂખણની પેઢીમાં જમે રહેતાં હતાં; અને કેટલાંક વર્ષ સૂધી કોઈ પણ વાલીવારસ તે નાણાં લેવાને આવતો નહિ, પણ સો વર્ષે તે નાણાં લેવાને તેનો કાઈ વારસ આવે તો તેને દોકડે પૈકે હીસાબ કરીને એ જ પેઢી નાણાં આપવામાં આખા હિંદુસ્તાનમાં પંકાઈ હતી. લોકોમાં સામાન્ય રીતે એમ કહેવાય છે કે, “રળતાં તો રોટલો મળે, ઉંચો નીચો હાથ પડે તો જ પોટલો દેખે !” પણ આત્મારામ ભૂખણની બાબતમાં એથી ઉલટું જ બન્યું હતું. તેઓએ તો જાતિશ્રમ, પ્રમાણિકપણું, સાહુકારી આંટથી પોતાનો દહાડો ફેરવી નાંખ્યો હતો.

દહાડે દહાડે આત્મારામ ભૂખણની પેઢી ઘણી પંકાતી ગઈ. તેનો પૈસો સુમાર વગરનો કહેવાતો ગયો. અંગ્રેજ લોકોનું જોઈને ફ્રેન્ચોએ પણ પોતાનો સરાફ કરવાને તેને માંગણી કીધી. પણ બંને જગોએ