પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૦
શિવાજીની સુરતની લૂટ


“જે હું છું તે છું જ, તેમાં લેશ માત્ર પણ ફેરફાર થવાનો નથી. મને તું તારી બરાબરીનો નથી ગણતો પણ યાદ રાખ કે મારી સાથે તું લડવાને લાયક જ નથી. મારી સત્તા ગ્યાસુદ્દીન રૂમી કરતાં વધારે છે.” આ પ્રમાણે વાણી ફેરવી તે સરદાર બોલ્યો અને મરાઠાને વધારે વિસ્મય કરી નાંખ્યા.

“ત્યારે તારે શું જોઈએ છે ને શા માટે આ અમારી છાવણીમાં આવી પહોંચ્યો છે ?” તાનાજીએ મરેઠીમાં જ તે મુસલમીન સરદારને પૂછ્યું.

“તે લૂટ કરનારા શિવાજીને આ નગરની ભેટ આપવા માટે !”

રમા ગુસ્સામાં હસી પડી; પણ તે ભેદ તાનાજી અંધારાને લીધે સમજી શક્યો નહિ.

“હું ઘણી ખુશી સાથે તમને મહારાજની મુલાકાત કરાવીશ ને તમારા અપમાનના શબ્દો વિસરી જઈશ.”– આટલું બેલતાં; તાનાજી મનમાં સમજ્યો કે, આ કોઈ જેવો તેવો સરદાર નથી.

બંને જુવાનો શિવાજી, જે તંબુમાં બેઠો હતો ત્યાં જવા લાગ્યા. રસ્તામાં મુસલમાન સરદારની પદવી જાણવાની જિજ્ઞાસા થઈ, તેનો જવાબ મુસલમાન સરદારે એટલો જ દીધો કે “વખત આવશે ત્યારે મારી પદવી જણાશે. હમણાં કહેવાની જરૂર નથી.”

તંબૂમાં પ્રથમ તાનાજી દાખલ થયો.