પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૧

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧


પ્રકરણ ૧૩ મું
મહારાજ શિવાજીની મોટી કચેરી

શિવાજીની કચેરીમાં જવાનો સમય આવતામાં પ્રાતઃકાળ થયો. પૂર્વમાં ઝળઝળાટ મારતો દિનકર પોતાના પહેરાપર હાજર થયો ને સર્વને જાગ્રત કીધા. મરાઠાઓ થોડા ધણા જોરમાં આવ્યા કે, હવે વખત ઘણો સારો છે. પ્રજારક્ષક સૈન્યના સરદાર ને લશ્કર જરા કચવાયા કે સારો વખત વહી ગયો ને 'અણી ચૂકયો સો વર્ષ જીવે' તેમ હવે મરાઠાની માઠી ગ્રહદશાનો વખત ગયો. તથાપિ નવરોઝ ને મોતીબેગમ, બંને ઘણા જુસ્સામાં હતાં ને તેઓ નરમ પડેલા સૈન્યના માણસોને ઉશ્કેરવાને પૂરતા ઉમંગથી કામ કરતાં હતાં.

મરાઠા સરદારો અવ્યવસ્થિત હતા તે વ્યવસ્થિત થયા. તેઓએ પોતાના લશકરને પાકી હરોલમાં મૂક્યું. હરપ્રસાદને પોતાના વેરની ખુમારીની ધુન હતી ને તાનાજી માલુસરેને મોટી પદવી મેળવવાની આતુરતા હતી; તેથી બંને એક વિચારના થયા નહિ. પણ મરાઠા ગીધ પેઠે તમતમી રહ્યા હતા કે કયારે શબ પડે કે તેને ખાઈ જઈએ. તેઓનો ઉમંગ, તેઓની વંશપરંપરાની વૃત્તિ, તેઓનાં કામકાજ સર્વ રીતે આશ્ચર્ય પમાડે તેવાં હતાં ને તેમાં તેઓ ચૂકતા તો ઘણી મોટી ભૂલ કરતા હતા. તેઓનો આ વખત ભૂલોથી ભરેલો હતો. જે મુસલમાન સરદાર તેઓની છાવણીમાં આવ્યો, તેને ત્રાસ વર્તાવવા એકદમ પહેલે સપાટે કાપી નાંખ્યો હોત તો ખરેખર અડધી ફતેહ ઘણી જલદીથી મેળવત. પણ ગણિકાના સ્વરથી મોહિત થઈ તે દાવ ચૂક્યા ને પાયમાલીમાં જતું સુરત બન્યું.

આપણા પહેલવાન સાથે પાંચ જણ તંબુમાં પેઠા કે, પહેલવાને આસપાસ પોતાની સલામતી ને શત્રુની રીતભાત તપાસી લીધી. મરાઠા લૂટારાનો તંબુ હીરા, માણેક, સોનું રૂપું વગેરેથી ઝગઝગી રહ્યો