પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૨
શિવાજીની સુરતની લૂટ

હતો. વચોવચ જે સ્તંભ હતો, તેનાપર ભગવો ઝુંડો જે મરાઠાનું રાજ્યચિહ્ન છે, તે ફરફર હવામાં ઉડતો હતો. વચલા સ્તંભની બાજુએ બીજા ઓરડામાં જવાના માર્ગ હતા. આવવાનો રસ્તો પશ્ચિમથી હતો. દક્ષિણ મુખથી શિવાજીની કચેરી ભરાઈ હતી. પાંચ દશ નાના સરદારો બેઠેલા હતા ને બે પહેલવાન મહારાજના રક્ષણ માટે ભાલા ખુલ્લા મૂકીને પહેરો ભરતા હતા. ગામોજી નાયક, શિવાજીની માનો કાકો, જાદોરાવ, ચંદરરાવ મોરેનો ખુની રાધો બલ્લાળ કેટલાક માવલા આસપાસ બેઠા હતા. તેઓ ત્રણ મુસલમાન સરદાર એક સ્ત્રી ને એક મરાઠાને સાથે આવતા જોઈ ચકિત થયા. આ સરદારો હવે મુસલમાન સાથે શું કરવું, તેનો વિચાર કરતા હતા.

મુકામ માટેનો તંબુ, જે આવી લૂંટફાટને વખતે પણ ઘણો અચરજ શણગારેલો હતો, તે જોઈને મુસલમાન પહેલવાનને આશ્ચર્ય લાગ્યું. એક બાજુએ થોડીક લૂટનો ઢગલો હતો તે જોઈને તેના મગજમાં વેરનો ધુવો ભરાયો. સુન્નેરી કસબનો ગાલીચો બીછાવ્યો હતો, ને તેમાં સુન્નેરી કસબના ઉંચા કસબી કામથી ભરેલાં ફુમતાં ઝુલતાં હતા. મરાઠાની અહમદનગરની કેટલીક લૂટમાંથી જે સારો માલ હતો. તે વાપરવા માટે આ સરદારે પોતાની સાથે રાખ્યો હતો. બિછવાની તથા સરદારને માટે ઉત્તમ પાણીદાર તરવારનો એક ઢગલો બાજુમાં પડેલો હતો, એક બાજુએ નગારખાનું હતું ને ત્યાં બે પહેરેગીરો ચોકી કરતા ખડાજ હતા. તેઓની પાસે રૂપાના હાથાવાળાં ખંજર ઘોડેસ્વાર માટેનાં હથિયાર પડેલાં હતાં. ગામોજી નાયક, પોતાના ડાચામાં દોઢ શેર પાન સોપારીનો ડુચો ભરીને હલાવ હલાવ કરતો ને મોંમાંથી “પચપચ” પીચકારી મારતો. તે વખતનો તેનો દેખાવ જોઈને બીજા ઉભેલા ને ફરતા પહેરેગીરો હસી, બાજુએ મોં ફેરવી નાંખતા હતા એ ડોસો ગમે તેવો વૃદ્ધ છતાં પણ કાળાં કર્મ કેમ કરવાં, તે બતાવી વારંવાર શિવાજીને યુક્તિપ્રયુક્તિથી પ્રસન્ન કરતો ને તેથી શિવાજી તેને