પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
મહારાજ શિવાજીની મોટી કચેરી


“દાદાજી દાદાજી” શિવાય બેાલાવતો નહિ, અને ત્યારે ફુલાઈને, બીજા હસનારાને કહેતો કે “બેટ્યાનો ! આહ્મી જે કેલે ત્યાચા શતાંશ દેખીલ તુમચ્યાને હોણાર નાહીં!” એ બોલતાં એનો આજુબાજુનો દેખાવ કંઈ વિચિત્ર જ દેખાતો હતો કે જેની નકલ માત્ર ઉત્તમ શક્તિનો વિદૂષક જ કરી શકે. પ્રાચીન રિવાજ પ્રમાણે એ ડોસો, બારીક બખિયાથી સીવેલો ઉંચી મલમલનો જામો પહેરતો; માથે સફેદ પાઘડી, જે વારંવાર માથાપર બરાબર બેઠી છે કે નહિ તે તપાસતો ! તેના હાથ પર બંને બાજુએ બાજુબંધ તો ખરાજ - જે ભાગ્યે જ દુઃખી અવસ્થામાં આવેલો વૃધ્ધ પુરુષ પહેરવાને ઇચ્છા કરે. એ ડોસાના મનમાં એવું ગુમાન હતું કે, તેના જેવો ઘોડેસ્વાર, પેદલ લશ્કરની સરદારી કરવામાં બીજો કોઈ નથી, ને ખરેખર તેના જેવો “નાઝાબાજી” “બિછવા” નો પ્રયોગ ને “સમશેર”ની લડત કરવામાં તે કાળમાં મરાઠા કે મોગલમાં કોઇ જ નહોતો.

શિવાજીની બીજી બાજુએ રાધો બલ્લાળ બિરાજતો હતો. જુવાનીના જુસ્સાની માફક કર્મ કરવે, અવિચારી એવો એ સરદાર તો કાવત્રાંબાજ, વિષયી અને ગોત્રદોહીપણાથી એ સરદારના મોંપર દેખીતી જ કાળપ આવી ગઈ હતી. તેથી જો કે પોતામાં શક્તિ છે, પોતે એક મોટો સરદાર છે, પોતાપર શિવાજીનો ચાહ છે તથાપિ એના પાપી અંતઃકરણને કશા થી કળ વળતી નહોતી. વિષયી એવો જ્યાં જાય ત્યાં; પછી તે ગમે એટલી વિકટ હોય કે શાંતિની સવારી હોય તો પણ પોતા સાથે બે ગણિકાઓ તો ખરી જ. સવારના નહાતી વેળા તેલમર્દન આ નાયિકાઓ કરે ત્યારે જ પોતાને જંપ વળે. એવા નિર્લજજ માટે વિશેષ શી ઓળખ આપવી ? મૂછપરનો મૂછપરજ હાથ રહે ને શિવાજીનો વહાલો થવા માટે મિથ્યા પ્રશંસા કર્યા કરતો હતો. છતાં એ ભલો ને દયાળુ એટલો હતો કે, કોઈએ આર્જવતા કીધી તો પાસે હોય તે સઘળું આપી દેવામાં લગાર પણ