પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૪
શિવાજીની સુરતની લૂટ

નહોતો વિચારતો. ધાકાની મલમલ કરતાં સૂરતી કીનખાબનો ડગલો પહેરવાનો એને ઘણો શોખ હતો. એનો ડગલો બબે હજારનો થતો હતો. પણ જો દરજીએ કંઈ ડગલામાં ખામી રાખી તો તેનો જીવ લેવો બાકી રાખતો. ડગલાના સઘળા પૈસા તેની પાસેથી ભરી લઈ તે ડગલો કોઈ અંધપંગુને દાનમાં આપી દેતો, ગુલખાર રંગનો ચંદેરી ફેંટો ને ડોકમાં ઉત્તમ પ્રતિનાં મોતીની માળા પહેરીને એ આજે બેઠેલો હતો ત્યારે એના મનમાં એટલી ફિકર પણ નહોતી કે, આ બારીક વખતમાં સરદારી કેમ થશે.

દક્ષિણમાં ઉગતો પ્રતાપી સૂર્ય આ વખતે એક સુંદર ખુરસીપર બેઠેલો હતો. તે ઘણા વિચારમાં ગુંથાયો હતો. જેને અતિ મોટો લોભ, જેની અતિ મોટી તૃષ્ણા ભ્રષ્ટ થવાની અણી પર આવી હતી તે ગુંચવાય એમાં આશ્ચર્ય શું છે ? શિવાજી લોભી, વહેમી, ઘાતકી, દગાખોર હતો, ને તેના વિચાર તેમાં જ ઘૂમ્યા કરતા હતા. તે સાડત્રીશ વર્ષનો જુવાન, બાંધી દડીનો, ઉંચો, ભભકતા કપાળ ને નાકવાળો, ઉપસેલી છાતીથી સીનાભેર, આજાનુબાહુવાળો હતો; કપાળ તસતસતું ને તેજ મારતું હતું; રંગે શામળો, પણ મજબૂત હતો; દૃઢ ઠરાવવાળો ને જુસ્સાદાર હતો, છતાં આ વેળા, તે ગુંચવાય તેવી સ્થિતિમાં હતો. થોડાક સારા સરદારો ચાલ્યા ગયા હતા ને પોતે ઉપડવાની તૈયારીમાં હતો. તેવામાં આ અચાનક મામલો બગડી ગયો. પોતાની ભરાયેલી કચેરીમાં પ્રથમ વાતચિત થઈ હતી કે, કેવી યુક્તિ રમવી ? દાદાજીએ પાછા જવાનો વિચાર બતાવ્યો, તે ન રુચવાથી આ વખતે મહારાજ નવો ઘાટ ઘડવા મંડેલા હતા. શરીરપર ઉંચી કાશ્મીરી સાલનો ડગલો પહેરેલો હતો, ને ટાઢને લીધે તેપર બુટ્ટાદાર શાલ ઓઢી હતી. માથે મંદિલ બાંધ્યું હતું ને તેની જમણી બાજુએ મોતીની સાત સેર કાનને અડીને લટકતી હતી; પાઘ બાંકો હતો; પાયજામો પણ કસબી કોરનો ભરેલો હતો; જમણા હાથપર જીનીવાના