પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૫
મહારાજ શિવાજીની મોટી કચેરી

પાણીની લાંબી તરવાર મ્યાનમાં પડેલી હતી, જે ભાગ્યે જ વાપરવામાં આવતી હોય તેવી જણાતી હતી; કેમકે મ્યાનના દોરાના બંધ મજબૂત બેઠેલા જણાતા હતા. શિવાજી આ વખતે તો વિચારમાં એવો તલ્લીન થઈ ગયો હતો કે, તેને આસપાસ શું થાય છે ને કોણ કોણ છે તે જરા પણ સૂઝતું કે જણાતું નહોતું. માત્ર એક બાજુએ પડેલો એક ઘણો ઉંચો તેમ પૂરતા જવાહીરથી મઢેલો હીરાનો ડગલો લુટમાં આવ્યો હતો તેનાપર એની નજર ફર્યા કરતી હતી. કોઈ કવિ એવી પણ તેથી કલ્પના કરી શકે કે, તેના મનમાં એવો વિચાર આવતો હોય કે આનું શું થશે ! ને હશે પણ તેમ જ. મોટી લૂંટની આશા ભંગ થવાનો આ વખત નજીક હતો. આ વખતે તે નિ:શ્વાસ મૂકતો, તેથી તેની મોટી ભરાઉ મૂછો શ્વાસના જોરે ઉડતી હતી. એ ઉપરથી એની વૃત્તિ કળી શકાશે.

પ્રથમના દરવાજામાં પેસતાં જ એક નેઝાદારે આપણા પહેલવાનને અટકાવ્યો, કેમ કે માલુસરે અગાડી ગયેા હતેા.

“થોભ ! કોણ છે ? કોની પાસે જાય છે ?” નેઝાદારે પૂછયું.

“કોણ રે ? એ કોણ આવ્યું છે ?” જમાદાર જનકોજી, જેની દુંદ ઘણી વધેલી હતી તે ધીમે ધીમે પેટ પંપાળતો અગાડી આવ્યો ને પૂછ્યું, “વિકોજી, એ કોણ છે ?”

“જમાદાર સાહેબ ! એ કોઈ સરદાર છે; તે આ બાઈ સાથે મહારાજને મળવાને શહેરમાંથી આવેલો છે.” વિકાજી સીપાઈએ બડા મેાટા દબદબાથી જમાદારને સલામ કરીને જવાબ દીધો.

“હં ! એ મ્લેચ્છ સરકારની હજુર જવા માંગે છે ! કેમરે તારામાં અક્કલ છે કે નહિ ?” જમાદારે પોતાનો ઘાડો ખોખરો અવાજ કાઢી સિપાઈને દમ ભરાવ્યો, “એ કાફર ત્યાં જઈને કંઈ નવું જૂનું કરે તો શું થાય તે જાણતો નથી ? એ તુરકડો ત્યાં જઈને શું કરશે ?"

એ સાંભળતાં જ નવા પહેલવાનનું લોહી ઉકળી આવ્યું.