પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
શિવાજીની સુરતની લૂટ

હો - બે ગુનાહ ઔરત ઔર બચ્ચોંકોભી કત્લ કરતે હો. અબ યે કુફ્ર હયઁ યા હમ તુહ્મારી ઔરત કો બચાતે હયઁ યે કુફ્ર હય?”*[૧]

“અમીરુલ્‍ઉમ્રા ! આપકે સવાલોંકા જવાબ મુશ્કિલ નહીં, મગર આપ મહારાજ:-”

“અરે; જાદોજી, એ શું છે? કોની સાથે ખટપટ કરે છે? અહિં લાવ જે હોય તેને”-તુટક તુટક શબ્દમાં દાદાજીએ જાદોજીને બૂમ મારી પોતા પાસે બોલાવ્યો.

શિવાજી નજીક સઘળા જઈને ઉભા. મહારાજને પહેલવાન જરા પણ નમ્યો નહિ; પણ તેનો તેના સરદારે સત્કાર કીધો. તે પહેલવાન કોણ છે, તેની સામે ટગર ટગર જોતાં મહારાજે વિચાર કીધો, કે આ કોઈ ઘણો હિંમતવાન્ નર છે. તે શામાટે આવ્યો છે, તે જાણવાને શિવાજી ઘણો આતુર થયો.





  1. *શિવાજીએ સુરતને ઇ. સ. ૧૬૬૪ માં પહેલી વાર લૂટ્યું ત્યારે તેણે પોતાના માણસોને સખત તાકીદ આપી હતી કે કોઈએ સ્ત્રી બાળકોને રંજાડવા નહિ કે કતલ કરવી નહિ; પણ લુટારાએામાં આવો નિયમ કડક રીતે પળાતો નથી. ઇતિહાસમાં લખાયું છે કે શિવાજીએ લૂંટ વખતે સ્ત્રીઓ, બાળકો, ધર્મગુરુઓ અને ધર્માત્માઓને બચાવ્યા હતા. એક શ્રીમંત વીરજી વોરાના આખા કુટુંબને પાયમાલ કરી તેના ઘરબારને આગ લગાડી નાશ કર્યો હતો, અને બે મુસલમાન ધનાઢ્યોને લૂટી પાયમાલ કર્યા હતા.