પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૨
શિવાજીની સુરતની લૂટ

જાદોજી શું જવાબ દે છે તે જાણવાને સૌ ચાતક પેઠે આતુર થયા. સર્વેનું લક્ષ જાદોજીના મોં તરફ હતું. ક્ષણભર વિચાર કરી તેનો હોઠ ફાટ્યો.

“આ કોઈ મુસલમાન સરદાર મહારાજ સમક્ષ આવવા માંગતો હતો;” તેણે નમન કરતાં કહ્યું, “દરવાને કંઈ અપમાન કીધું ને તેથી તે રીસે ભરાયો ને ક્ષણભર વિલંબ લાગત તો એ વિકોજીને ધૂળ ચાટતો કરત.”

“હં ! એ મલેચ્છ એટલો બધો શક્તિમાન છે ?” દાદાજીએ તૂટક તૂટક શબ્દમાં કહ્યું, “ભાઈઓ રે! આજે એ વિકોજીને ધૂળ ચાટતો કરવા શક્તિમાન થાત તો એ બેરહેમ પછી મને જમ રાજા પાસે પહોંચાડત, ને પછી મહારાજપર એ ચોર પોતાનો કીનો કેમ ન લેત ?”

“હાં ! માબાપને સાચું કહું છું, એ તરકડાને તેથી મારી નંખાવવો જોઈએ.” વિકોજીએ ઘણી છટાથી ત્રણ કકડે પોતાનું વાક્ય પૂરું કીધું.

“એ તરકડાને તો મારવો જ જોઈએ, ભરતખંડમાં તરકડા ન રહેવા જોઈએ.” સો પચાસ મોંમાંથી આ વાક્ય નીકળી પડ્યાં.

“મહારાજને શું કહું ! દરવાજામાં પેસતાં જ હજારો ગાળો દઈ મને રોષે ચઢાવ્યો;” વિકાજીએ પૂરવણી કીધી. મેં ઘણી નમ્રતાથી કહ્યું કે, “ભાઈ, મહારાજ, સાક્ષાત્ પરશુરામના અવતાર પાસે મલેચ્છથી જવાશે નહિ, પણ એ તરકડાએ કંઈ પણ ગણકાર્યા વગર અગાડી વધવા માંડ્યું.” અહીંઆ વિકોજી જરાક અટકી પડીને પછી પાછા બોલ્યો. “સાક્ષાત અર્જુન સ્વરૂપને મોઢે બોલતાં લજજા પામું છું કે, એ તરકડાએ મહારાજને ઘણી “આાયચી માયચી" દીધી છે. એ સાંભળતાં જ મારો પિત્તો તપી આવ્યો ને જો જાદોજીરાવ ન આવ્યા હોત તો એના બોલવાનું ફળ એ તરકડાને ચખાડત !”

“મહારાજને અપમાન કરનાર મ્લેચ્છને ભવાની જીવતો ન જવા દેશે.” ફરીથી મોટો પોકાર ઉઠ્યો.

પણ આપણો પહેલવાન તો અડગ રહ્યો, તેણે તો જાણે કંઈ સાંભળ્યું જ નહિ હોય તેમ ખરેખરો શાંત રહ્યો, ને તેથી શિવાજી જે આ