પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૩
દ્વંદ્વયુદ્ધની માગણી

સઘળી ચર્ચા જોતો હતો તે વધારે વિસ્મય થયો. પહેલવાનની પીઠ પાછળ બે સ્વારને તેની પૂઠે રમા બુરખામાં હતી, જેનાપર હજી સુધી શિવાજીની નજર ગઈ નહોતી. તે ત્રણે જણ ઘણાં જ શાંત હતાં. શિવાજીની હવે ખાત્રી થઈ કે, આ પહેલવાન, જે સામે નિડરતાથી બેઠો છે તે દ્વંદ્વંયુદ્ધમાં પણ પાછો હઠે તેવો નથી.

જ્યારે વિકોજી બોલી રહ્યો ત્યારે શિવાજીએ ઘણી જ ગંભીરતાથી પૂછ્યું કે, “એ સરદારે બીજું કઈ કીધું છે ?”

“મહારાજને ઘણી ગાળો દીધી એથી વધારે શું ?” ત્રણ ચાર મુખમાંથી શબ્દોચ્ચારનો ધ્વનિ સંભળાયો.

“કંઈ ફિકર નહિ !” ટુંકામાં મહારાજાએ જવાબ દીધો. “ગાળ દેવી એને જ જો સરદારો પુરુષાર્થ માનતા હોય તો તેઓને તે જ માટે જન્મ આપેલો આપણે જાણવો. શૂરપુરૂષની ગાળો ઘણી મોંઘી છે તે શું તમે જાણતા નથી?” આસપાસ કચેરીમાં નજર કરી પૂછ્યું, “આપણે કંઈ ગાળો દેવા કે તમાશો જોવા આવ્યા નથી, પણ લડવાને આવ્યા છિયે. પણ તેમ છતાં તમે કહો છે કે આ અમીરુલ્ ઉમરાએ પોતાનો દરજ્જો ભૂલી જઈને ગાળો ભાંડી હોય, તમારા મહારાજના પદને અપમાન પહોંચે તેવાં વચન કહ્યાં હોય તો તમારે શું કરવું છે, તેનો મારે વિચાર કરવો જોઈએ છે. તમારો વિચાર આપો, મારે તેની જરૂર છે.”

“કોની કોની પાસેથી વિચાર માંગવામાં આવે છે ?” તાનાજીએ એકદમ આવતાં વારને પ્રશ્ન પૂછયો.

– અને સઘળાઓ એક મોટા તોફાની આંચકાથી ચમક્યા હોય તેમ સ્તબ્ધ થયા, “મહારાજ આ અમીરુલ્ ઉમરા માટે કંઈ પૂછો છો ની ?” તાનાજીએ પૂછયું.

“હા.” દાદાજીએ ડોકું ધુણાવી જવાબ દીધો.

“ઠીક, તમે આજે આવા બારીક સમયમાં ઘણી સારી તપાસ લઈ બેઠા છો ! જ્યારે આપણે આપણા અગત્યના કામમાં મચવાનું છે