પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૪
શિવાજીની સુરતની લૂટ

ત્યારે આ ન્યાયનો દરબાર ઠરાવી તેમાં તમે પોતાનો વખત ગાળો છો ! આ અમીર, કે જે આપ મહારાજની હજૂર કંઈ મોટા કારણસર આવ્યા છે ને મહારાજને પોતાના નગર તરફથી ભેટ આપવા આવ્યો છે, તેને મળવા આવતાં નાહક જે અટકાવ કરે તેને પહેલાં શાસન કરવું અગત્યનું હતું, તેને બદલે મહારાજ, બીજાને પ્રશ્ન પૂછે છે એ આશ્ચર્ય જેવું છે, દરવાજાપર પલટણો ખડી છે ને આપણા ને સામા પક્ષના માણસો જોઈએ તેવા લડવાને તત્પર થયા છે, તેવા વખતમાં આ સરદારનું આવવું જો આપણા લાભમાં હોય તો તેનો લાભ લેતાં વિલંબ ન કરો. મહારાજ ! આપણે આપણા કામ સાથે કામ છે, મિથ્યા વખત ગાળવાની કંઈ જરૂર નથી.”

“રાસ્ત હય ! રાસ્ત હય !” બે સ્વારે સાબાશી આપી.

“વખતસર ઠીક ચેતવણી દીધી.” જાદોજીએ ટાપસી પૂરી.

“સાબાશ ! કેવી યુક્તિથી નકામી પંચાતીને અટકાવી !!” દાદાજી બોલી ઉઠ્યા. “તાનાજીભાઈ, તેં બરાબર કહ્યું છે.”

“તાનાજી, હું જાણું છું કે તું કંઈક માહીતગાર છે, તેથી બોલ એની હકીકત, ને કેમ કરવું તેનો તું જ ઠરાવ કર.” શિવાજીએ તાનાજીને આગળ બોલાવી કહ્યું.

“પણ નકામું તાનાજીને પૂછીને શું ફળ મેળવવું છે ? એ સરદારને જ પૂછોની ?” બલ્લાળ, જે તાનાજીની ચઢતી જરાપણ જોઈ શકતો નહિ હતો, તેણે મહારાજ સમીપ તાનાજીને બેસતો જોઈ રંજક મૂક્યું.

“બસ, બહુ થયું.” આજ્ઞાવાચક શબ્દથી શિવાજીએ હાથ ઊંચો કરી બલ્લાળને બોલતો અટકાવ્યો. “આપણે નકામી તકરાર બંધ પાડીને રસ્તાસર આવવા માંગીએ છીએ ત્યારે આ ટંટો શાને જોઈએ ? જે જાણે છે તેને બેાલવા દે ને લડનારા અથવા જેનાથી ખમાતું ન હોય તે બહાર જાઓ. શું મારે બધા નચાવે તેમ નાચવું ?"

“મહારાજને એમ કહેનાર કોણ છે ?” જાદોજી બોલ્યા, “જો