પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૫
દ્વંદ્વયુદ્ધની માગણી

તાનાજીની મરજી બોલવાની હોય તે ભલે બોલી ખુલાસો કરે, પણ તેમ ન હોય તો આ સરદારને બોલવા દેવો એ ઘણું સારું.”

“ત્યારે હમણાં સર્વે જણ પોતાના માલિક થયા છે, ને સૌ પોતપોતાના રાજા છે કેમ ? અહીંઆ જય કે મોત એપર વાત આવી અટકી છે, ત્યારે શી રીતે આપણું કામ આગળ ચાલવાનું હતું? આ વખતે દરેક જણે ખરા મરાઠાના બચ્ચા થવાનું છે, કંઈ હોંસાતોંસી કે નકામી તકરાર ઉઠાડીને ચડભડવાનું નથી. આનો નિવેડો આવે કે સૌએ ઉઠીને તાનાજી પાછળ પોતાનો પ્રાણ આપવાને ઉઠવાનું છે, ને જેની મરજી એની પછાડી જવાની નહિ હોય તે ભલેને ચાલ્યા જાય પોતાને દેશ. એને મેં આજના દિવસનો સરદાર ઠરાવ્યો છે. જે કાયર હોય તેણે તો મુંગા જ મરી રહેવું.”

જ્યાં મહારાજ આ પ્રમાણે બોલી રહ્યા કે એકદમ “હરહર મહાદેવ ! ભવાનીકી જે !”નો મોટો પોકાર આખી કચેરી ને સૈન્યમાં ગાજી રહ્યો. બલ્લાળ ને જાદોજી તો વીલા પડી ગયાં. આથી પહેલવાનને માટે ભય ઉપજ્યો, પણ તે જરાએ ચળ્યો નહિ.

“ચૂપ ચૂપ !” ગણગણાટ અટકાવવા માટે ચોપદારે છડી ફેરવી પોકાર કીધો. મહારાજે તાનાજીને હુકમ કીધો કે સર્વ વર્તમાન નિવેદન કરવું.

“મહારાજના હુકમથી બોલવા તત્પર છું. આ શેરદીલ સમશેર જંગ એક એવો નર છે કે, એના મોંથી સાંભળેલું વધારે અગત્યનું થઈ પડશે; ને માધવરાવ ને બીજાઓને પોતાને જોઈતો ખુલાસો થશે. હું માત્ર એ દરીઆએ હાફેજના ગુણથી એટલો જ વાકેફ છું કે, તે કોઈ ઘણા મોટા અગત્યના કારણસર આવ્યો છે. તે મોટા કુળનો નામીચો નર હોવો જોઈએ.”

“શેરેનર” પહેલવાન તરફ નજર કરી તાનાજીએ પૂછ્યું - “મહારાજને આપ આપનું વર્તમાન નિવેદન કરશો ? આપ મહારાજ હજુર કંઈ વિશેષ જાણવા યોગ્ય હકીકત લાવ્યા હશો, ને તે કહેવામાં આપને કઈ હરકત નહિ હશે. આપની પછાડી જે બીબી છે, તેને પણ લાવવાનું કારણ છે કે નહિ ? દિલાવર જંગ, આપે જાણવું કે આપ જે