પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૭

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૭
દ્વંદ્વયુદ્ધની માગણી


“સિર્ફ જવાબ નહીં બલ્કે મજબૂત જવાબ હય. હમારે પાક પયગંબરકા અયસા ફર્માન હય કે, જો કાફિર હયઁ ઉન્હે દીનમેં લાના, બુતપરસ્તીકો બરબાદ કરકે એક ખુદાકા મજહબ દુનિયાભરમેં ફયલાના; મગર યહાં હિન્દુ ઔર મુસલ્માનોંકી લડાઈકા મૌકા નહીં હય. આપ અભી તો અપનેહી જાતવાલોંપર ગલ્બા કરનેકે લિયે આયે હયઁ - અપને હમજાત ઔરહમ્મજહબોં કો હી દાંતોમેં ચબાયે હયઁ ! પયસા તુમ્હારા ખુદા હયઁ - જો પયસા નહીં દેતા વો અપની જાનસે જુદા હય, મારના કાટના ઔર તબાહી કરના યહી તુમ્હારા પેશા હય - જર મિલાતો ફિર ઔર ક્યા અંદેશા હય ? અયસી હયવાનીયત્ હમ નહીં કરતે, ઔર જિન મુસલ્માનોને અયસી હયવાનીયત્ કી હોગી ઉસ્કો કયામત કે રોજ જુરુર પરવરદિગારકે સામ્હને જવાબ દેના પડેગા - અજ઼ાબ કે બદલે અજાબ લેના પડેગા, લુબ્બે લુબાબ યે કે, હમ તુમ્હારે જયસે નાતરસ ઔર બેરહમ નહીં હયઁ. ખૈર ઇસ તકરારકો મયઁ આગે બહડ઼ાના નહીં ચાહતા. હમારે નવ્વાબ લાજવાબકા યે ફરમાન હય કે, આપલોગ હમારે મુલ્ક સે ચલે જાયઁ આર રેયાયાકો ફૂજાલ તકલીફ઼ ન પહોચાઁય. અગર સીધી તરહ ન જાઓગે, તો ફૌરનહી તેગ઼ે બુરાઁસે કાટ દિયે જાઓગે - જહન્નમકી હવા ખાઓગે. અબતક તુમ્હારે હાથસે જો ગુનાહ હુવે હયઁ, મેાઅાફ કિયે જાતે હયઁ ઔર લૂટ કે અસ્બાબભી તુમ્હે દે દિયે જાતે હયઁ. અગર યૂંહિ ચલે જાઓગે, તો હમારે હાતમદિલ નવ્વાબસે એક બહોતહી ઉમદા તોફા પાઓગે. વે તોફાભી મયઁ અપને સાથ લાયા હું - હમારી બાત મંજૂર હૈ તો પેશે નજર કરું.”

“તમારા મ્લેચ્છોના હાથથી અમને શું મળવાનું હતું વારુ?” શિવાજીએ પૂછ્યું, “તમારી પાસે હતું શું અને છે પણ શું ? તરકડાએા જ્યારથી આ દેશમાં આવ્યા છો, ત્યારથી તેમણે આખા દેશનું સત્યાનાશ વાળ્યું છે, ને તેથી અમારો ઉદ્દેશ એ જ છે કે, તેમનો નાશ કરીને પાછી હિન્દુઓની સત્તાનું સ્થાપન કરવું.”