પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧ર૯
દ્વંદ્વયુદ્ધની માગણી

પરવાના કિયા હય. અગર આ૫ આ જાયેં, તો રંગત બરાબર હો, કિસીકા ધડપર તો કિસીકા હાથમેં સર હો !”.

“બસ, બહુ થયું ! મિયાં સાહેબ, તમારી બધી વાતો મેં સાંભળી લીધી છે. ચાલાકી અને હુશિયારી બતાવવાનો વખત દૂર નથી.” એ પછી શિવાજીએ તાનાજીને ઉદ્દેશીને કહ્યું કે - “તમારે બહુ જ હુંશિયારીથી કામ કરવાનું છે. સધળો આધાર તમારા પર છે. આ મુસલ્લાને નસાડવો, એ તમારું કામ છે. જાઓ-'વીરવિજય તવ કરશેરે માતા ભવાની !” આજે કાંઈક નવા જ રંગ દેખાશે.”

શિવાજીએ મહાદેવ અને હરહરનો ઘેાષ કર્યો અને તેનો અન્ય જનોએ તેવો જ પ્રત્યાઘાત કર્યો. ચોપદારે તરત ભીષણસ્વરથી જણાવ્યું કેઃ-“કચેરી બરખાસ્ત થઈ ! મહારાજાધિરાજ શિવાજીનો જય !” તરત સઘળા ઊઠીને બહાર મેદાન તરફ જવા નીકળ્યા.