પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૧
શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ


“અમીર સાહેબ, કેમ સંભળાયું કે ?” રમાએ ધીમા સાદથી કહ્યું.

“ગુલરુ ! હમકો બુલાતી હય !” અમીરે પાછા ફરી ઘણી નરમાશથી પોતાનો શબ્દ કહાડ્યો.

“હા, મારે કંઈક સંકેત આપની સાથે કરવો છે. તમને કંઈ હરકત તો નથી ?” રમાએ પૂછ્યું.

“જબ જીનેકી ઉમ્મીદકો છોડા - દુનિયાસે મુંહ મોડા, તબ હરકત ક્યા ઔર ડર કિસ્કા ! હાં - મગર બેગમકી યાદ આતી હય, તૌ તબીયત બિગડ જાતી હય. મેરી બેગમ ભી લડનેમેં ચાલાક હય.- ઉસે જાકર યે સબ કયફીયત કોઈ સુનાં સકતા હય ! હમારા ગમ મિટા સકતા હય ?” અમીરે જરાક ગભરાટથી પૂછ્યું, કેમ કે પોતાના જાનની સઘળી આશા- તેણે છોડી દીધી હતી. બે મરાઠા, જે અમીરની અગાડી ગયા હતા, તેમની વાતચીત ઉપરથી આ અનુમાન કરવાનું તેને કારણ મળ્યું હતું, તે મરાઠાનું બોલવું એવું હતું કે, “જો લડતાં ન હારશે તો બચતાં પણ મરશે,” અને તેનો અર્થ ઘણો ખુલ્લો હતો.

“સરકાર ! જે કામ ઉઠાવ્યું છે તેમાં પેગંબરપર વિશ્વાસ રાખીને ઘુમવું. કંઈ૫ણ ડરવાનું કારણ નથી. તાનાજી જેટલું જોર બહારથી બતાવે છે તેટલું તેનામાં જોર નથી, ને તેને તમે મારી ઉતારશો એવી મને પૂર્ણ આશા છે. તમે આટલા બધા જુસ્સાથી મેદાન ઉતરી ગયા છો, અને સઘળી હિંમતથી મને હેમખેમ પોહોંચાડવાને આવ્યા છો, તેમાં એ પ્રમાણે નાઉમંગ થશો તો પેગંબરને ત્યાં તમે શું જોખમદાર નથી ? હિમ્મત રાખીને ઉતરી પડી, એ નાકૌવત, કે જેણે પોતાને શરણે આવેલી અબળાઓને કાપી નાખી છે તેને તેના અપુરુષાર્થનું ફળ ચખાડો. જેણે સત્યને માટે ખડ્ગ‍ હાથમાં લીધું છે, તેને ઈશ્વરની સંપૂર્ણ સહાયતા છે.”

“લડ઼કી ! તેરા કહના રાસ્તો દુરુસ્ત હય. ઇન્ સભોંકો મયઁ અચ્છી તરહ જાનતા ઔર પંયચાનતા હું. મરનેકા મુઝે જરાભી ગમ નહીં. યે તો મયઁ ખૂબ જાનતા હું કે, ગર મયઁ ફતેહમંદ હુઆ, તૌભી યે મુઝે દગ઼ાસે