પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૨
શિવાજીની સુરતની લૂટ

મારેંગે. અફસોસ સિર્ફ ઇસ બાતકા હય કે, મેરી બેગમ મેરે શિવા ધડીભર ન રહેગી ઔર વોભી મેરે સર પર ઇલ્જામ ધરેગી કે નામર્દ કે હાથસે એક મર્દ મારા ગયા. પહલે જો તુઝે કહના હો કહ દે, ઔર બાદ મેરા એક પયગામ શહર મેં પહોંચાનેકા કૌલ દે.

કસમ હય તેગે બુરાઁકી, કસમ હય દીનેઇમાંકી; ખબર લુંગા બરાબર જંગ મેં મયઁ દુશ્મને જ઼ાકી.”

“તમે લડવાથી ડરો છો ને બચવાનો કંઈ માર્ગ જડતો નથી?”

“મયઁ લડને યા મરને સે તાક઼યામત ડરનેવાલા નહીં – મગર યે વહમો ગુમાન તેરે દિલમેં કહાંસે આયા ?”

“કંઈ પણ નહિ, પણ મારી એટલી આજીજી છે કે, આ લડાઈના મેદાનમાંથી કોઈ પણ રીતે બચી જવાય તો ઠીક, એના મારી પાસે ઘણા ઉપાય છે. તમે જાણો છો કે હું કોણ છું ?”

“તુઝે જાનનેસે ક્યા ફાયદા ? ઓર ન જાનનેસે ક્યા નુકસાન ! મુઝે કુછભી દરકાર નહીં, તું ફરિસ્તા હય, ઇન્સાન હય, યા શયતાન ? મગર લડકી, તૂ ક્યા દુશમનોં કે હાથોં મુઝે કટવાના ચાહતી હય ? મેરી તનહાઈકા ફાયદા લેકર વો કાફિર શયતાનજદે મુઝે ગિરફતાર કરેંગે ઔર તલ્વારકા વાર કરેંગે, તો મેરી બહાદરી પર્દેમેંહી રહી જાયગી. મેરે સરપર નામર્દપનકી બદનામી આયગી. મયઁભી એક શેરનર ઔર આલીખાન્દાન હું, ઔર મયદાને જંગમે લડાઈકા વો હુનર દિખા સકતા હું કે, કોઈ દેખતાહી રહ જાય. ઇસ હુનરકો બતાનેકે લિયેહી આજ મયઁ મરનેકો તૈયાર હું - તાનાજી બડા સૂરમા ઔર બહાદર હોગા, મગર યારોકે સામને આયગા તો માલૂમ હો જાયગા કે, ચૂંટીકો પીલે યસીમકા સામના હય. ગર કોઈ હરકત નહી, તો મુઝે અપની પયચાન બતા દે, તૂ કોન હય યે રાજ઼ સુના દે, નહિ તો, ચલ હમારે સાથ લડાઈકે મયદાનમેં ઔર દેખ સૂરતકે નવ્વા-"