પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૫
શત્રુની છાવણીમાં શત્રુથી બચાવ

પોતા સાથે લગ્ન કરવાનું કહી લઈ આવ્યો છે, પણ એની પાપી વાસના મને પસંદ ન પડવાથી મેં એનો સ્વીકાર કીધો નથી. તમારો બચાવ સહજમાં થાય તેવો છે, પણ હું તેમ કરવા માગતી નથી; તો પણ એક ઈલાજ છે, તે રીતે હું કરી શકીશ.”

“કિસ તર્હસે ?” નવાબે પૂછયું,

“મારી જેમ અક્કલ ચાલશે તેમ હું કરીશ.” રમાએ જવાબ વાળ્યો.

“મુઝે ઇસ્કા યકીન કયોંકર હોસકતા હય ?” નવાબે પ્રશ્ન કીધો.

“મારા જીવના સમ, ઈશ્વરપર વિશ્વાસ રાખીને મને વિશ્વાસયુકત કરો. હું તમને બચાવવા મારો પ્રાણ પણ આપી ચૂકી છું, તો પછી શું જોઈયે છે ? આજે કાં તો તમારી નગરી લૂટાય છે કે કાં તો મરાઠાએાની લેાથો આ મેદાનમાં પડે છે તે તમે જીવતા જ જોશો. તમારા તનને કંઈ પણ ઈજા થશે નહિ, પણ કદી તમે સપડાયા તો આ ત્રણ ગોળા હું તમને આપું છું તે, જ્યારે ખરેખરી આફત તમારા શિરપર આવી પડે ત્યારે ઘણા જોરથી, જેટલું તમારામાં જોર હોય તેટલા જોરથી વારાફરતી પાંચ પાંચ પળને અંતરે જમીનપર અફા- ળજો, ને તેથી તમને જોઈતી હોય તે સઘળી મદદ મળી આવશે. આ ખંજર લો. એને છાતી આગળથી દૂર ખસેડતા નહિ અને ખરા ઉપયોગનો સમય આવે નહિ ત્યાં સૂધી તે શત્રુની છાતીમાં ભોંકતા નહિ. એ ખંજર જેની છાતીપર એકવાર પડ્યું તે ક્ષણમાત્રમાં ઈશ્વર સમીપ પહોંચી જશે. એ સઘળા કરતાં વધારે જરૂર તમને હોય ને તમારો જાન જ બચાવવો હોય ત્યારે કોઈ પણ મરાઠાને આ દાબડી બતાવજો, જેથી ખૂનમાં આવશે તો પણ તમને જતા મૂકશે. લડવામાં તમને બે વાત જણાવું છું; મરાઠો જે લડવા આવે ને તેમાં માલુસરેને જે ઘા તમે મારો, તે ૫ગપર મારજો, એમાં જ તમારો જય થશે; કેમકે એના ડાબા પગમાં જે ખોડ છે તેથી તે પર ધા પડતાં જ તે લાંબો થઈ જશે, ને તમે તે લાંબો થાય કે જોઈએ તો ગોળાનો