પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
શિવાજીની સુરતની લૂટ

ઉપાયોગ કરજો, ને જોઈએ તો ખંજરનો !” આ સઘળું તે એટલી તો ઝડપથી બોલી ગઈ કે નવાબથી તેના ખુલાસામાં એક પણ પ્રશ્ન પૂછાયો નહિ. એ શા માટે આટલી બધી યુક્તિ બતાવે છે, ને તેમાં કંઈ પ્રપંચ તો નથી એમ પણ એના મનમાં આવ્યું, પણ “ખુદા હાફિજ હય !" એમ મનમાં બોલી તે ચૂપ રહ્યો.

રમાની ઝડપ, તેની ચપળતા અને ખૂબસુરતી જોઈને તે ચકિત થયો, કેમકે ઘણી ઝડપને લીધે તેનાથી ભૂલમાં પોતાનો બૂરખો ઉંચો થઈ ગયો, ને એ ખૂબસૂરતી જોઈ તે આભો જ બની ગયો, પ્રીતિનું મજબૂત બીજ એના અંતઃકરણમાં રોપાયું.

“અય દિલરુબા ! જબ તૂને મેરી જિન્દગીકે બચાનેકા બીડા ઉઠાયા હય, તો હમારીભી યહી દુઆ હય કે ખુદા તેરા નિગાહબાન રહે - હમેશા શાદમાન રહે. મગર જિસને ઇતની મહેરબાની ફરમાઇ હય ઉસ્કા એહસાન માનને કે વક્ત કિસ્કા નામ જબાનપર લાઉ - મોહશિનકો કિસતરહ પયચાનું ?”

“ખુદાવંદ! એ માટે આપને કંઈ પણ દરકાર રાખવાની જરૂર નથી, ને એ જાણવાની કંઈ અગત્ય નથી. વખત ઘણો થોડો છે, કામ ઘણું કરવાનું છે, માટે હવે શું કરવું તે મારે જ નક્કી કરવાનું છે. હવે આપ સિધારો, કેમ કે આપણો આ સંકેત શો છે, ને હું કોણ છું ને ક્યાં છું તે ઘણાં જ થોડા મરાઠા જાણે છે, એટલે જે મારે કરવાનું છે તે ઘણી સહેલાઈથી કરી શકીશ, હવે તમે દૂર જાઓ ને તમારું કામ કરો.”

“અય નાજનીન ! મયઁને આજસે અપની જાનકી માલેક તુજે બનાઈ હય. તેરે એહસાન કા બદલા દેના મેરી તાકતસે બાહર હૈ મગર વક્ત આયગા તો જુરૂર એહસાનોંકા કુછ ન કુછ યવજ દિયા જાયગા. એહસાને કે ઇલાવા તેરી ખૂબસૂરતીકા મયઁ ૫રસ્તાર હું ઔર તેરે ખાતિર અપની જાનકા સદકા દેનેકો તૈયાર હું.” નવાબે પોતાના પ્રેમના આવેશમાં તેનો અત્યંત આભાર માન્યો.