પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૦
શિવાજીની સુરતની લૂટ

પણ યોજના કીધી નહોતી કે, એ આફતને વખતે શું કરવું, પહેલ વહેલું એમ જ ધારવામાં આવ્યું હતું અને હરપ્રસાદ વગેરે એમ જ સમજાવતા હતા કે નવાબ દમવગરનો છે, ને તેની પાસે જોઈએ તેટલાં લડવાનાં સાધન નથી. તે લડવા આવે એવો હોય તો શહેરની આવી ખરાબ સ્થિતિ કેમ કરવા દે, અને જ્યારે એવો જ વિચાર મજબૂતપણે બંધાય ત્યારે પછી બચાવનાં સાધન શા માટે તૈયાર રાખે ! જે સાધન ખોળવાં સૌથી જરૂરનાં હતાં, તે જો પહેલેથી શોધી મૂક્યાં હોત તો, જ્યારે પેલા દ્વંદ્વયુદ્ધની તૈયારી થઈ, ત્યારે શિવાજીને ગુંચવાડામાં પડવાની કશી જરૂર પડત નહિ. લશ્કરી બાબત જેટલી સારી રીતે એક સરદાર જાણે તેવી રીતે બીજા સિપાઈઓ જાણી શકે નહિ. પણ શિવાજીએ હરપ્રસાદના બેાલવા૫ર ભરોંસો રાખી તે એક જબરો સરદાર છે એમ માની, 'બચાવ બરાબર છે' તેમ ધાર્યું. પણ આ ભૂલ હવે એને ભારે થઈ પડી અને ખરેખર આ ભૂલ જ હતી. નાસવા જાય તો કોઈ પણ પ્રકારનો માર્ગ ન હતો. બંને બાજુએ ટેકરા હતા. તે ઉપરથી ઉતરી આવી જો આ ખીણમાં આવેલા લશ્કરપર મારો ચલાવે તો એક પણ માણસ જીવતું જવા પામે નહિ. આસપાસનાં નાનાં નાનાં ગામોનાં માણસો પણ આ લૂટારાએાની સામાં થાય ને જે બચે તેને ઘણા જલદીથી તેઓ ઝબે કરી નાંખે. જોકે પૂર્વ તરફનો રસ્તો ઘણો પાધરો ને સારો હતો, તો પણ તે બાજુએથી ભય ઘણો હતો. નવસારીનો દેશાઈ લશ્કર લઈ આવશે એવો ભય હતો. કેમ કે આગલે દિવસે જ સંધ્યાકાળે બૂમ પડી હતી કે સુરતની વાહારે નવસારીથી લશ્કર આવે છે. દક્ષિણ બાજુએ કાંકરાખાડી પાણીથી છળાછળ ભરપૂર હતી ને રસ્તો ઘણો ખરાબ કાદવ કીચડથી ભરેલેા હતે. ઉત્તર બાજુએ તાપી નદી પોતાના શહેરને બચાવવા તત્પર હતી ને સામા તો શત્રુઓ જ હતા એટલે ખરેખરી સંકટની ઘડી તે એ જ હતી. પાસમાં નહિ કોઈ મૈત્રી દર્શાવનારો દેશ, નહિ પાસે જોઇતું લશકર ને “ઊમેરણી”નું લશ્કર, નહિ પીઠની સહાયતા, નહિ