પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૧
લશ્કરની હાલત

સારી જગ્યા કે જ્યાં સારી છૂટથી લડી શકાય, અને લશ્કર પણ એવી હાલતમાં કે તેઓને જો બરાબર ખાવાનું મળે તો જ કંઈ પણ શૂરાપણું બતાવવાને શક્તિમાન થાય.

શહેરી લશ્કરને આ વખતે ઘણી સારી સહાયતા હતી. જો કે તેઓ ઘણા થોડા હતા તે પણ તેમનામાં નવું જોર હતું, અને આસપાસની સધળી જગ્યાથી માહિતગાર હતા, શહેરની નજીક હતા તેથી થોડા વખતમાં તૂટેલો દરવાજો ઘણો મજબૂત કરાવી લીધો અને કદાપિ ભય આવી પહોંચે, તો પણ પોતાના બચાવનાં સાધન પોતાની પાસે સારી રીતે રાખી મૂકયાં હતાં. આસપાસની બધી સહાયતા તેમને મળે તેવી હતી ને જો નવસારીના દેશાઈઓ પોતાનું લશ્કર લાવીને મદદ કરે તો બંને બાજુના મારાથી આ લૂટારાને છુંદી નાંખવાને પૂરતા શક્તિમાન હતા. તેમનું મથક ઘણું મજબૂત હતું, ને જ્યારે મરાઠા નીચાણમાં હતા ત્યારે તેઓ વધારે ઉંચી જગ્યામાં હતા, ને ત્યાંથી મારો ચલાવે તો પછી મરાઠામાંથી ઘણા થોડા જીવતા જવા પામે. નવરોઝે હમણાં પોતાની લશ્કરી રચના તદ્દન ફેરવી નાંખી હતી, ને સુરલાલ ને એ, જૂદા જૂદા વિભાગના સૈન્યાધિપ થયા હતા. નવાબના મહેલનું રક્ષણ કરનારા તથા કિલ્લામાં ને બીજે ઠેકાણે જે અરબો હતા તેમના હાથમાં બંદુકો આપી અને તેવા ચારસો ને બીજા ૩૦૦ લશ્કરી સિપાઈઓના હાથમાં તીરકામઠાં આપી તેની સરદારી નવરોઝે લીધી હતી, ને પ્રજામાંથી આવેલા માણસોની સરદારી સુરલાલને આપી હતી - કે જે પછાડી સહાયતામાં હતા. મોતી બેગમે પોતાનો જનાની પાષાક કાઢી નાંખીને મરદાનગીવાળો સજ્યો હતો, ને તેવા જ પોષાકમાં મણીને પણ એક સરદાર બનાવી હતી. આ બંનેની હાજરીથી સિપાઈઓને ઘણું શૂર છૂટ્યું હતું. જ્યારે મરાઠા લડવાને આનાકાની કરતા હતા ત્યારે પ્રજારક્ષક સૈન્ય લઢવાને તલપી રહ્યું હતું.

આમ એકેકની સ્થિતિમાં મોટો ફેર હોવાથી આ લડાઈ કેમ ચાલે