પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૨
શિવાજીની સુરતની લૂટ

છે તે બહુ જેવા જેવું હતું. મરાઠામાં બસેં ઘોડેસ્વાર હતા ત્યારે પ્રજા રક્ષકમાં ચારસો ઘોડેસવાર હતા, ને તેથી તેમનો પક્ષ વધારે જયવંત હતો. પણ માત્ર શિવાજી શિવાય સઘળા જ મરાઠા સરદારો પોતાના વિશ્વાસપર હતા, તેઓ લશ્કરની હાલત શી છે તે જરાપણ જોઈ શક્યા નહિ, તેમ તેઓએ જોવાનો યત્ન પણ કીધો નહિ, તેમના લક્ષમાં પણ નહોતું કે પ્રજારક્ષકસૈન્ય કેવી સ્થિતિમાં છે, અરબો અને અફગાનો કેવા વિકરાળ વાઘ હતા, ને તેઓ તૂટી પડે છે ત્યારે કેવી ખરાબી કરે છે તેનો સહજ પણ ખ્યાલ લાવ્યા વગર સરદારો એક નજીકના મેદાનમાં હમણાં થનારું દંદયુદ્ધ જોવાને આવ્યા હતા, તથાપિ એથી કંઈ શિવાજી રાજી થયો નહિ. તેણે પોતાનું સંભાળવાનો પહેલો વિચાર કીધો. પોતા સમીપ હરપ્રસાદ આવ્યો. તેને અનાજની સોઈ કરવાનો હુકમ આપ્યો ને એક કલાકમાં સઘળા લશ્કરમાં અનાજ પહોંચે તેવી ગોઠવણ થવી જ જોઈએ એમ જણાવ્યું. અનાજ લાવવું ક્યાંથી ને કેમ ? શહેરના રસ્તા બંધ હતા, ને પાસે કોઈપણ ઠેકાણેથી તે મળે એમ પણ નહોતું. એટલે બસેંક માણસ પોતાની સાથે લઈને, ગમે તેમ કરતાં સચીન અને તેની આસપાસના ગામોમાંથી લૂટ કરીને અનાજ લાવવાનો ઠરાવ કરી તે ઉઠ્યો. જે માણસોને લઈ ગયો હતો, તેમાં સો ઘોડેસ્વાર હતા, એટલે અધૂરામાં પૂરું એવું બન્યું કે, એાછા લશ્કરમાં એાછું થયું; અને આ “દુકાળમાં અધિક માસ" જેવો બનાવ પ્રજારક્ષકસૈન્યને ઘણો લાભકારી થઈ પડ્યો.

શિવાજીની યોજના લડવા કરતાં લૂટફાટ કરવાની વધારે હતી ને તેમાં તેનું લશ્કર નિયમિત યુદ્ધ માટે બરાબર હતું જ નહિ, એ તે સારી પેઠે જાણતો હતો. તેની ગણત્રી હમેશાં જુદી જ હતી, ને જો આ વેળા તેની ગણત્રીએ કામ ચાલ્યું હોત ને તેની યોજના પ્રમાણે લશ્કરે વલણ લીધી હોત તો જે સંકટ આવી પડ્યું તે પડત નહિ, પણ તાનાજી માલુસરેની યોજના પ્રમાણે હાલની વ્યવસ્થા ચાલી હતી, જેમાંથી આ માઠું પરિણામ આવ્યું હતું. તેમાં અધુરામાં પૂરું તેનું જ ઘર ફૂટ્યું હતું. રમા