પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૪
શિવાજીની સુરતની લૂટ

શહેર નજીકના લશ્કર પાસે આવતાં તે જરાપણ ગભરાઈ નહિ, અને આવતાંની સાથેજ તે મોતીબેગમની નજીક પોતાના ઘોડાને દોડાવતી ગઈ. જો કે હમણાં મોતીનો પોષાક તદ્દન જૂદા પ્રકારનો હતો, છતાં તેણે એને બરાબર પારખી હતી, નજીક જતાં જ બને એકમેકના મોઢા સામું જોઈ રહ્યાં. એક ક્ષણભર તો કોઈથી જરા પણ બોલાયું નહિ.

નવાબ રમાને જતી જોઈને સ્તબ્ધ થઈ ગયો હતો, ને તેણે છેલ્લી ધડી સુધી તેના ઘોડાને જતા જોયો, પછી પોતાના નસીબમાં જે બનનાર છે તે મિથ્યા થનાર નથી એવો વિચાર કરતો તે ઉભો રહ્યો. મેદાનમાં હરપ્રસાદને અનાજ માટે મોકલવામાં આવ્યો તે ગડબડમાં આ શૂરો પહેલવાન ક્યાં છે, તે કોઈના જાણ્યામાં આવ્યું નહિ. પણ જ્યારે સઘળા મેદાનમાં તૈયાર થયા ત્યારે મુસલમાન ક્યાં છે તેની દોડાદોડી ચાલી, કોઈ કહે કે તે નાસી ગયો, ને કોઈ સંતાયો એમ બતાવવા લાગ્યા; ને કેટલાક તો બોલવા લાગ્યા કે એ તો વીર વૈતાલ હતો તે આપણને છેતરીને ચાલ્યો ગયો ! આસપાસ જોવાને માટે દોડાદોડ થઈ રહી. માલુસરે ઘણો જુસ્સામાં ઉભો હતો, ને વારંવાર મૂછપર તાવ દેતો હતો, શોધવા જનાર સિપાઈઓ તો આપણા સરદારને એક ઘણો કમીન-હીચકારો સમજતા હતા, “એને પકડીને કાપી નાંખો, એ ચોર ચંડાળ છે” એમ બૂમ પડી, તે આપણો સરદાર જે જગ્યાએ ઉભો હતો ત્યાં સંભળાઈ, ને તે ખિન્ન થતો અગાડી ધસ્યો. ધીરજ જે અત્યાર સુધી વેરણખેરણ થઈ ગઈ હતી, તેને એકઠી કરીને તેણે સામી બમ મારી કે “કાટનેવાલા કહીં ખુદ ન કટ જાય, અપના કિયા અપનેહી સામને ન આય. ઇસ્કો સમ્હાલના - બેહૂદા કલામ મુંહસે ન નિકાલના !” એ ઘાડા શબ્દો ઉડતા, ઉછળતા ને દોડતા મરાઠાઓને એકદમ અટકાવ્યા.

મરાઠાઓ એ અવાજ સાંભળતાં જ લગાર અચકાયા ને તાનાજીએ આ અવાજ સાંભળ્યો તે પણ જરાક ખંચાતાં મનમાં બોલ્યો કે, “એ