પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૫
લશ્કરની હાલત

રાણી જાયો છે. લોંડી જાયો નથી.” સુરતના નવાબ ગ્યાસુદ્દીન રુમીએ પોતાની તરવારથી પટો કીધો ને તે ખેલતો ખેલતો અગાડી ધસ્યો ને જ્યાં તાનાજી ને બીજા સરદારો ઉભા હતા ત્યાં જઈને પહેલવાનપણાને સાબિત કરવાને માટે ઉભો રહ્યો. રમાના આપેલા ત્રણ ગોળા કમરબંધમાં ખોસ્યા, ને અંગુઠી પોતાની આંગળીમાં રાખી તે પોતાના પૂરતા ઉમંગમાં દેખાયો. આ વખતની તેની છબી ને ધીરજ જોઈને મરાઠાઓથી પણ “શાબાશ ! શાબાશ ! તરકડા તને શાબાશ છે !” એમ અકસ્માત બૂમ પાડ્યા વગર રહેવાયું નહિ. “શત્રુની મીણમાં આટલી ધીરજથી કોણ ઉભો રહે ?” એમ દાદોજી બોલ્યો; આથી મુસલમાન સરદારનું તેજ વધ્યું ને તાનાજીનું તેજ હરણ થયું - જાણે શલ્યે કર્ણનું હણ્યું હોયની તેમ બન્યું !