પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪૯
રમા ને મોતીને સમાગમ


આમ જ રમાને બન્યું ને તે સ્વાભાવિક હતું.

“બહેન, તું થાકી ગઈ છે !” અંતે ઘણો વખત થવાથી મોતી બેગમે ખુલાસાની આશાથી પૂછ્યું.

રમાએ જાણે સાંભળ્યું જ નહિ હોય તેમ સ્વસ્થપણે માથું નીચું નમાવીને પડી રહી. ક્ષણેક પછી તે માત્ર “હર હર” એટલો શબ્દોચ્ચાર કાઢીને ચૂપ રહી.

મોતી બેગમની આતુરતા આથી ઘણી વધી ગઈ.

“સખી !” પોતાનો હાથ તેની પીઠ પર લગાડી ફેરવતાં મોતી ઘણી ધીમેથી બોલીઃ-“ સખી ! તમે ઘણા શોકાગ્નિથી તપ્ત થયાં છો, નહિ?”

હજી પણ જવાબ મળ્યો નહિ - માત્ર માથું નીચેથી ઉંચું કરીને રમાએ આસપાસ નજર ફેરવી, ને પાછી શરમાઈ ગઈ હોય તેમ જરાક ચેહેરાપર કરચલી ચઢાવી નીચું માથું કીધું. મોતીની મીઠી વાણી સાંભળતાં જ રમાને ઘણી શરમ ઉત્પન્ન થઈ.

“તમે સાંભળ્યું બેહેની ? શા સમાચાર છે કે તમે બોલતાં નથી? શું જે સરદાર તમારી સાથે આવ્યો હતો તેનો નાશ પેલા શત્રુવટ દર્શાવનારા મરાઠાઓએ કીધો ? અને તે શું મારા પ્રીતમ”-

“ના ! ના ! બેહેન તમે તમારા પ્રીતમ માટે એટલી બધી આતુરતા ન રાખો.” એકદમ ચમકીને રમાએ જવાબ દીધો.

“તમે મને શું કહેવા માગો છો ? તમારું એકદમ આવવું કેમ થયું તે માટે ખુલાસો કરશો?” મોતીએ કંઈક ધીરજથી પૂછ્યું: “તમે દિલગીર છો કે થાકેલાં છો ?”

“બન્ને છું,” રમાએ જવાબ દીધો. “આજે મારાપર અને તમારા પ્રીતમ નવાબ ગ્યાસુદ્દીન રૂમીપર જે જે વિડંબના આવી છે, તેવી કદી કોઈ પર પણ આવી હશે નહિ, ને તેથી આજે મારા દુ:ખનો પાર નથી.” ધીરજ ધરી સધળી પાપી ઇચ્છાઓને દૂર કરીને રમાએ પ્રત્યુત્તર દીધો.

“ત્યારે આજે તમે જેની સાથે ગયાં હતાં, તે મારા ખાવિંદ હતા ? તો તેમનું શું થયું ? તેએા ક્યાં છે ? મરાઠાઓએ કેદ કીધા કે