પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
શિવાજીની સુરતની લૂટ

ઘાસ પાણી નીરી, બાવાજીની પાસે આવી વાતોના તડાકા મારી, રાત ગુજારવાનો વિચાર કીધો, પણ તેટલામાં બાવાજીએ સવાલ કીધો કે, “લડકા કુછ ખાનેકી ઇચ્છા હૈ કે, નહિ ?" “નહિ મહારાજ ! આપની પાસ કોરા કોરા હૈ, ઓ ખાકર રાત ગુજારેંગે, ફીર પ્રભાતમેં દેખલેંગે.” તુરત પોતાની પાસેનો દાબડો ઉઘાડીને મગદળ ને સિંગા લાડુ કહાડી, બે લાડવા ને થોડુંક અથાણું બાવાજીને આપી, પોતે બાવાજી સાથે ખાવા બેઠો.

આ બે સોબતી કોણ હતા? એક ત્યાગી ને બીજે રાગી-'સંસારી' છે!

જે સમયની આપણે વાત કરીએ છીયે, તે સમય આર્યભૂમિના ઇતિહાસમાં ઘણો તેજસ્વી હતો. આર્ય મહારાજ્યમાં એ સમયે દિલ્લીના તખ્ત૫ર આલમગીર જુલમગાર બિરાજતો હતો. તેની હાક દરેક દેશી રાજ્યમાં એવી તો વાગતી હતી કે, તેનું નામ સાંભળતાં ચોબાજુથી ભય ને હાયનો શબ્દ નીકળતો હતો. મુસલમાન પ્રજા પણ તેના આ જુલમથી ત્રાહે ત્રાહે પોકારે તો બીજાની વાત જ શી ? મુસલમાનો હિંદુ લોહીના તરસ્યા હતા, તેથી પ્રજા, ઐક્ય, શક્તિ અને કીર્તિને માટે વલખાં મારતી હતી. એ સમયમાં ચિતાગોંગ, મછલીપટ્ટન, મદ્રાસ અને બીજે કેટલેક ઠેકાણે અંગ્રેજોએ કોઠી થાપી હતી; મેવાડમાં રજપૂતો ટમટમતા હતા; દક્ષિણમાં મરાઠાઓ જાગતા થયા હતા; રોહિલખંડમાં રોહિલા અને જાટ લેાકેા પણ તૈયાર હતા. એ સઘળાને ચૂર્ણ કરવાને ઔરંગજેબ પૂર્ણ શક્તિમાન્ હતો. તે તે કાળનો પ્રચંડ ક્રોધિષ્ટ નારસિંહ હતો. તેની સામા થાય એવું કોઈ પણ તે કાળમાં હતું નહિ. વિજાપુર અને અહમદનગરનાં દક્ષિણનાં રાજ્યો માત્ર સહજ મરાઠા સરદારોને આશ્રય આપતાં, તે માટે તે રાજ્યો પણ ભયમાં હતાં.

તે જ વખતમાં રામદાસ સ્વામીનો ત્રિકોણાકૃતિનો-સત્વ, રજ ને તમ શક્તિથી ભરેલો, હવામાં ઉડતો ભગવો વાવટો લઈને, રાયગઢના કિલ્લામાંથી શિવાજી મેદાન પડ્યો હતો. પ્રથમ તો પોતાનો પિતા જે સ્થળે નોકર હતો, તે જ રાજ્યનાં નાનાં ગામો લૂટી, તે લૂંટનાં નાણાં