પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

૧૫૪


પ્રકરણ ૧૮ મું
મારવું કે મરવું !

જ્યારે દરવાજાનજીક એક બાજુએ રમા, મોતી ને નવરોજ આ વેળાએ વાતમાં મશગૂલ થયાં હતાં, ત્યારે શહેરી લશ્કરમાં સુરલાલ, મણી અને બીજા નાના નાના સરદારો ફરીને સિપાઈઓને ઉશ્કેરતા હતા. પણ સિપાઈઓનો જુસ્સો હવે જાગી ચૂક્યો હતો અને તેઓનાં પાણી વળતાં થયાં હતાં. ધીરજની હવે આખર અવસ્થા આવી હતી એટલે સિપાઈઓ ચાહતા હતા કે, જેમ બને તેમ જલદી તૂટી પડી આ પાર કે પેલે પાર કરવામાં આવે તો ઠીક. ઘણીવાર જોશમાં ને જોશમાં ઉભા રહી પછી લડાઈમાં ઝંપલાવવામાં આવે તો પરિણામ સાનુકૂળ ન આવે. સામા શત્રુ જોરાવર થાય ત્યારે બીજો પક્ષ મંદ પડી જાય, એટલા માટે તાતે ઘાયે લડાઈમાં એકદમ ઝંપલાવવામાં આવે તો જ જય પરાજયની આશા બહુ જાણવા યોગ્ય થઈ પડે.

સુરલાલ સઘળાને જોશ ચઢાવતો હતો, પણ દાંત કચકચાવીને બેઠેલા અરબો ને પઠાણો તો કહેતા હતા કે “ ક્યારે અમને હુકમ આપો છો ! શામાટે અટકાવ્યા છે ? અમને કેમ જવા દેતા નથી ?” આ ડોળા ઘુરકાવતા જવાનેાનાં શબ્દબાણ સાંભળી સુરલાલ ગભરાયો, પણ તે નિડર રહ્યો ને શહેરી લશ્કરના બળથી તેમને જણાવ્યું કે, “હવે વિલંબ નથી, હમણાં જ તમે દોડીને શત્રુઓને કાપી નાંખશો.”

“અમે અમારે આવો અમૂલ્ય સમય વ્યર્થ ગાળવા માગતા નથી. અમને હુકમ આપવામાં ઢીલ નહિ જ થવી જોઈએ.” પઠાણોમાંનો એક એકદમ આગળ ધસી આવીને બેાલ્યો, “શી હરકત છે કે હવે શત્રુને મારી હઠાવવામાં આનાકાની થાય છે ? જનાબ, કાફર લેાકો લઢવાને નારાજ છે કે આપણાથી જબરા છે કે તેઓ ભાગી ગયા છે ? અમારો નવાબ બેવકૂફ છે તો પછી અમે કોનાપર આધાર રાખીએ