પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૭
મારવું કે મરવું


“અને તેમાં ઝાઝી હરકત પડનારી નથી.” રમાએ વાક્ય પૂર્તિ કીધી; “હમણાં મરાઠા જે રીતે રોકાયા છે તે રીતમાં તેમને ઝબે કરવા એ બહુ વિસાતની વાત નથી.”

“વફાદાર બેટી ! તેં જે રીતે આશ્રય આપવાનો વિચાર કીધો છે ને અમારા માલિક ગ્યાસુદ્દીન રૂમીને બચાવવા તેં જે શ્રમ લીધો છે તે શ્રમને માટે તારો ઘણો આભાર માનવાને હું ચૂકીશ નહિ, પણ હવે તું જ કંઈક યુક્તિ બતાવ કે જેથી સહીસલામત કામ પાર ઉતરે.” સરદારે વિનયથી રમાને પૂછયું.

“યુક્તિ ! યુક્તિ બહુ સહેલી છે!” રમાએ આશ્ચર્યથી કહ્યું, “ઓ વૃદ્ધ સરદાર, તને યુક્તિ નથી જડતી કે આ તારી બેટીની આવી મશ્કરી કરે છે ?”

“નહિ, નહિ લડકી ! એ ખ્યાલ તું દૂર કર;” નવરોજે સફાઈબંધ ઉત્તર આપ્યો, “તું જે આજે અમારા હિતમાં આટલો શ્રમ લે છે તેને માટે આવી ઠઠ્ઠામશ્કરી હોય? એવા ખ્યાલી વિચાર કદાપિ કોઈ બીજે પ્રસંગે કરું, પણ જે બારીક વખત હમણાં આવ્યો છે, તેમાંથી જ્યારે તું આટલાં બધાં સંકટોથી બચીને અમારા રક્ષણ માટે આવી છે, ત્યારે તારા જ કોઈક વિચારથી અમે બચીશું એવી મારી ખાત્રી છે. તને કેવાં કેવાં સંકટથી બચાવી છે એ વાતના વિચારે મને લાગે છે કે તારી બાજુએ પેગમ્બરનો સાયો છે.”

“તેં ખરું કહ્યું, મારા ધર્મના પિતા !” મોતી બેગમ બોલી. “એના સંકટથી એમ જ ખાત્રી થાય છે કે, એ આજે કંઈ ઈશ્વરની મદદથી આ પરાક્રમ કરવાને શક્તિમતી થઈ છે.” તે પછી રમા તરફ ફરીને બોલી, “આજે તેં જે કર્તવ્યકર્મ કીધું છે અને જે સંકટથી તું બચી છે તેથી અમને આશા છે કે હવે તું જ અમને બચાવશે. હવે તું વિલંબ ન કર, અને તારા વિચાર હોય તે જણાવ.”

“મારી દિલોજાન બહેન ! બેફિકર રહે, તારા ખાવિંદને કોઈપણ ભયથી બચાવી તને સુખી કરીશ.” તે ઘણા મમતાળુ શબ્દમાં