પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૮
શિવાજીની સુરતની લૂટ

તાબેદાર માફક અને અતિ અપરાધી માફક બેાલી, “હું કોઈ પણ સમયે તારી તાબેદાર છું, તારો હુકમ હોય તે ફરમાવ. હું જાણું છું કે તારો પ્રીતમ જે સંકટમાં છે, જે અત્યંત ભયમાં છે, તેમાંથી ઈશ્વર બચાવે તો જ બચે, પણ જેની પક્ષે વિઠોબા છે તેને કંઈ પણ ભય આવવાનો હોય તોપણ તેમાંથી તેનો બચાવ થશે. આપણી જ ફતેહ છે એમ જાણી તું ઉમંગમાં સઘળી તૈયારી કરાવ, જો વિલંબ કરીશું તો વખત હવે ઘણો થેાડો છે. હવે એકદમ ઝંપલાવવાનું છે, ને મારો વિચાર છે કે પહેલાં ધોડેસવાર ટુકડીને આગળ રાખી ભયચિહ્ન જણાતાં એકદમ ઝોંકાવી દેવું એ સર્વથી વધારે યોગ્ય છે. કદાચિત્ તેમાં આપણો પરાજ્ય થયો તોપણ યાદ રાખજે કે, તારા પતિને તો મારા શિરનો, મુકુટ ગણીને બચાવી લાવીશ, પછી કદાપિ મારો શિરચ્છેદ થયો તો તેની મને દરકાર નથી. હું તારી ને તારા અમીર ઉલ ઉમરા ખાવિંદની સેવા એક લોંડી માફક બજાવીશ; અને હમણાં હું પવિત્ર કોલથી, જણાવું છું કે, જ્યાં સુધી તારો પતિ તને ભેટે નહિ ત્યાં સુધી હું કદી; પણ અન્નાહાર કરીશ નહિ. !

“હું મારા પવિત્ર પ્રભુ, જગન્નિયંતાના ચરણારવિંંદપર મસ્તક ધરી કસમથી કહું છું કે, હું કદી પણ તને વીલી મૂકી તારા જાનને જોખમમાં જવા દઈશ નહિ.” મોતી એકદમ પ્રેમાવેશમાં બોલી ઉઠી.

“ત્યારે હવે આપણે જલદી તૈયારી કરવી. એક ક્ષણ પણ હવે ખોવી હાનિકારક છે. હવે એકદમ તૈયારી કરીને પગલાં ઉપાડવાને તૈયાર થાઓ.” રમાએ કહ્યું.

“ચાલો આપણે લશ્કરની બરાબર ગોઠવણ તપાસીએ ને તેમને આગળ કરીએ.” નવરોજે વિચાર બતાવી લશ્કરની બાજુએ ચાલવા માંડ્યું. થોડે દૂર ગયા એટલે બે સમશેર હવામાં ચમકતી માલમ પડી ? અને પઠાણ ને સુરલાલને પીછાની હમણાં સુરલાલનું શિર ગયું છે ; એમ જાણી નવરોજે પોતાના ઘોડાને એડ મારી એકદમ મારતે ઘોડે