પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૯
મારવું કે મરવું

તરવાર મ્યાનમાંથી કુહાડી, જતાં વારને એક ઝટકે તે પઠાણનું શિર ધડથી છૂટું કરી નાંખ્યું, અને એકદમ પઠાણના લશ્કરમાંથી શાબાશીનો પોકાર ઉઠ્યો.

જે મારામારી થનાર હતી તેમાં પઠાણોનાં લોહી ઉભરાઈ આવ્યાં હતાં, તે ઠેકાણે પડ્યાં, ને જે વિચાર એક ઘડીપર હતા તે હવે તદ્દનજ બદલાઈ ગયા. સુરલાલપર જે વેરની ઝૂમ હતી તેને બદલે દયાની ઝૂમ છુટી અને તે બચી ગયો ને પઠાણ મુવો તેથી તેઓ રાજી થયા.

“સરદારે અચ્છી બજાવી દીધી !” લશકરમાંથી એક પઠાણ બોલ્યો.

“યે કમજાત, બડી હયવાનીયતકા કામ કરતાથા ! કુરાન, ઔર પયગમ્બર દોનો કી મનાથી, લેકિન કાફરને શરાબ પીથી, ગુનાહગારકો ગુનાહકી સજા અચ્છી મિલી.” બીજા પઠાણે તેનાપર લ્યાનત નાખી.

“તુમ સભોંકા બોલના બજા ઔર દુરુસ્ત હય !” નવરોજે કહ્યું.

“યે કમ્બખત અપને ગુનાહકી સજા પા ચુકા હય. મગર તુમ સબ મેરે તાબયે ફરમાન હો યા નહીં? અગર તુમ હમસે બેદિલ યા નારાજ હો, તો અપના રાસ્તા લેકે ઈસીવકત ચલે જાઓ; મેરા ખુદા મેરે સાથ હય. લુટેરોંકી પામાલીકે લિયે મેરા જબરદસ્ત હાથ હય. કભીભી અપને દિલમેં અયસા ખિયાલેખા઼મ ન લાના કે નવરોજ કાફિરોંકે સામને જાનેસે ડરતા હય. અપને કૌલસે મુકરતા હય ! હાં-મગર તુમ લોગોને પાકપયગમ્બરકી કસમ ખાકર જો હમારે સાથ મયદાને જંગમેં ચલનેકા વાઅદા કિયા હય ઔર કૌલ દિયા હય; ઉસ અપને કૌલપર સાબિત કદમ રહેનેકે લિયે તુમ તૈયાર હો યા નહીં, યહી જાન લેનેકી મુઝે ખાહિશ ઔર તમન્ના હય. યાદ રખના કે, અબ જો ભાગ જાયગા, વો નામર્દ ઔર હેચકારા કહાયગા -હરામજાદા ઔર કાફિરકે નામસે પયચાના જાયગા ! મગર હાં, ભાગને પર ભી જાનકી અમાન નહીં. અગર હમ હારેંગે, તો મરહટ્ટે તુમ સભોંકો જાનસે મારેંગે-જીતેહીજી બદનસે ખાલ ઉતારેંગે. મૌત તો આનેવાલીહી હય,