પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦
શિવાજીની સુરતની લૂટ

તો ફિર કુત્તેકી મૌત મરનેસે કયા ફાયદા ! ઓ જર્રાર સિપાહો, સુનો - અપને મુલ્ક, દીન ઔર હમવતન મજલૂમોંકે લિયે મયદાને જંગમેં તલવાર ચલાઓગે, તો કયામતકે દિન બિહિશ્તેબરી કે લાયક ગિને જાઓગે ઔર કાફિરોકી તલવારસે કટ જાઓગે, તો જહન્નમમેં રહનેકે સજાવાર ઠહરાયે જાઓગે. અબ કહીએ ક્યા કુબૂલ હપ જન્નત યા જહન્નમ?”

“જન્નત!” એક સ્વરે સર્વેએ એક મોટા અવાજથી કહ્યું.

“મયઁ પાક પયગમ્બરકી કસમકે સાથ કહતા હું કે, જો તુમ્હારે એક બાલકોભી ઈજા પહોંચેગી, તો વહાં મયઁ અપના ખૂન બહાઉંગા- હર તૌર તુમ્હારી સલામતીકે લિયે આફતકો ગલેસે લગાઉંગા ! જબ મૌકા આયા હય તો અ૫ના જોર આજમાઓ - દુશમનોકો તેગેબુરાઁકી લજ્જત ચખાઓ !” આમ બોલી નવરોઝ એકદમ બેગમને સાથે લઈને ત્યાંથી ચાલ્યો ગયો. પઠાણો જોરમાં આવ્યા. તેઓ પ્રથમ બીજા લશ્કરમાં ફરી વળ્યા અને ત્યાર પછી તેમણે સુરલાલ સાથે કેટલીક વાતચીત કરી. સુરલાલ પોતાની તૈયારીનો વિચાર કરતો હતો. અચાનક તેાપનો એક મોટો ધડાકો થયો.

“એ શું થયું ?” નવરોજે પૂછયું.

“નવાબ બહુ ભયમાં છે !” રમાએ જવાબ દીધો અને મોતીના મેાંનું નૂર ઉતરી ગયું.