પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૩
દ્વંદ્વયુદ્ધ

મને કહ્યું હતું કે, જ્યાં યવન હશે ત્યાં તું ઘણી સારી રીતે જય મેળવીને આવશે, ને પુષ્કળ દ્રવ્ય પણ હરણ કરશે; પણ આ જોઈને તો હું ઘણો દિલગીર છું કે, મારી મુરાદ મારા મનમાં રહી ને યવનરાજ્યમાં આ પહેલો પરાજય થવાનો વારો આવ્યો છે.”

“મહારાજને દોષ ન દે ! તેમણે તને રુડું જ કહ્યું હતું અને તેનાથી તને લાભ જ થયો હશે. પણ કાંઈક તારો દોષ હશે, તેથી જ આવી અવસ્થાએ તું પહેાંચે છે, પણ હવે આ બધા વાતોના ગપાટા છોડી દો, ને ઝટ આ રંગ અખાડો મળે ને પટ છેવટ આવે તેમ કરવા પર મહેનત લો; કેમકે કદાચિત્ આ બાંડિયાઓએ એવી રચના કરી હોય કે પાછી રાત્રિ પડે તો એકદમ હલ્લો કરી ઘાસની પેઠે સૌને કાપી નાખવા ને તેને માટે જ આટલી તાલમેલ કરતા હોય તે પછી એક તરણા મિસાલે આપણી અવસ્થા થઈ જશે, ને રાત્રિના બચાવ વગર એકલા અટવાઈ જઈશું ! શહેરના લોકો તો સઘળી જગ્યાથી વાકેફ હશે, તેઓ કોઈ પણ રીતે પછાડી લાગશે તો ઈલાજ નથી, ને કદાપિ નવસારીવાળાઓ આવશે તો બન્ને બાજુથી બોરકુટો વળી જશે. મારી મરજી તો હવે વિલંબ કરવાની નથી. મને તો એ જ સૂઝે છે કે, જેમ બને તેમ આજ રાત્રિના નાસતી પકડવી. કાલનો દિવસ ઘણો વિપરીત છે, ને આજે જાણે આપણાપર ઈશ્વર જ રુઠેલો હેાય તેમ આકાશ પણ જોની, કેવું કાળું થવા આવ્યું છે ! આ વાદળાં શાં હમણાં ? પણ એ વિપરીત અવસ્થા દર્શાવે છે !” આમ નિરાશ મુખડે દાદોજી બોલ્યા અને તેની અસર પરશુરામ અવતાર મહારાજ૫ર એટલી થઈ કે, તેની ડાબી આંખ ફરક ફરક થવા લાગી, ને તેથી તે ઉલટો વિશેષ ચિંતાતુર થયો.

“મને પણ મોટો ભય જણાય છે, ને હું ચાહું છું કે દાદોજી, ભવાનીને ભોગ આપવો જોઈએ.” - શિવાજીએ શિથિલતાથી દાદોજીને જણાવ્યું. “મારી ડાબી આંખ ફરકે છે, ને નક્કી આજનો દિવસ ઘણો વિકટ જણાય છે, મેં તો ધાર્યું જ હતું કે, આટલું બધું દ્રવ્ય આપણને