પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૮
શિવાજીની સુરતની લૂટ


“પંઢરપુરવાળા વિઠોબાના કસમ ખાઈ કહું છું કે,” આ દક્ષિણીએ ઊંચા હાથ કરીને કહ્યું - જ્યારે નવાબ તો ઈશ્વરની પ્રાર્થના કરતો જ હતો “આજે એને સધામ મોકલીશ.”

હવે કંઈ વખત નહોતો કે એક બીજા સામસામા જોયા કરે. તાનાજી ને નવાબ બન્ને પૂરતા જુસ્સામાં આવ્યા હતા, અને નવાબે પોતાના પઠાણને કહ્યું કે, “પીઠ સંભાળજે, શત્રુ પીઠપર ખડો છે.” એટલું બોલીને તે તાનાજીપર ધસ્યો ને ઘણી જ ત્વરાથી તાનાજીના હાથમાંથી ખડગ પડાવી નાખ્યું અને જોરમાં ધક્કો મારી પાછો હઠાવી બીજી વેળાએ પણ તેને મૂર્ખ બનાવ્યો.

“કેમ અહમક ! હવે મુરાદ બર આવી ?” નવાબે તેને ખૂબ ખીજવવા માટે ટચકો માર્યો. “અરે બેરહમ ! તું સંભાળ, હવે તારા હાથમાં શસ્ત્ર પણ નથી ને તારે કોઈ સહાયકારી પણ નથી. હમણાં તને પાયમાલ કરું છું. હું ખુદાનો બંદો તેની સામે તારી શી તાકત !”

“ચૂપ! ચૂપ!” તાનાજીએ ગભરામણમાં શરમાતાં શરમાતાં ગણગણતે સાદે કહ્યું, “હવે નહિ બચે, તું તપાસ તારી પીઠ. યશવંત ! જોય છે શું? હવે બીજો ઈલાજ નથી, એ મ્લેચ્છ બચવો ન જ જોઈએ.”

આટલું બોલતાં સાથે યશવંતે નવાબપર પીઠથી ધસારો કીધો અને તાનાજીએ છાતી સામો કીધો. “અરે! જફર, જમરુદ, પીઠ સંભાળજો. હમણાં હું જ એ સઘળાને ખુદા પાસે મોકલીશ.”

“જી, ખુદાવંદ! આપ બેફિકર રહો, અમારા શરીરમાં જીવ છે ત્યાં સુધી તમારા વાળને પણ ઈજા થવાની નથી.” એમ કહીને સલીમ ને તાજક બન્ન યશવંત સામા ગયા, ને જફર ને જમરુદ નવાબની પીઠપર ખડા રહ્યા. નવાબ તો તાનાજી સામો રહ્યો, તાનાજી ભાલો લઈને ધસ્યો, પણ નવાબે દૂરથી તેને આવતાં જ પોતાનો ભાલો ઝડપથી લઈને તેની છાતી તરફ ધર્યો, જેથી તે અચકાયો ને અચકાતાં સાથે જેવો ધક્કો વાગ્યો કે તે પાછો હટ્યો. સલીમે યશવંતને આવતાં આંતર્યો અને યશવંતે તાજકપર ઘા