પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭૮
શિવાજીની સુરતની લુટ


“તારાં સઘળાં કાવતરાંથી અલ્લાહ બચાવે !” ઉંચા હાથ કરીને એલચી બોલ્યો. “નિમકહરામીથી પણ આ તો વિશેષ છે, પોતાના માલિકનો દ્રોહ કરવો, એ તો અલ્લાહના ગુન્હાની વાત થઈ, રે સરદાર આ તારા દરજજાને યોગ્ય નથી ને તને ઈશ્વરને ત્યાં આવાં પાપિકર્મને માટે બહુ મોટી શિક્ષા થશે.”

શિવાજીએ આ સાંભળતાં પોતાનો ભય વળી વિશેષ વધાર્યો; સલાદીને આવો પ્રસંગ જોઈને વિશેષ ભડકાવ્યા.

“જો અમારી માગણી નાકબૂલ કરવામાં આવશે તો એક ઘડીના છઠ્ઠા ભાગમાં આ સામે ઉભેલું લશ્કર તમને કચડી નાંખશે.” અને આ બોલતા સાથે બાજુએ નજર કીધી તો ઘણા અચંબા સાથે શિવાજીએ દૂરના મેદાનમાં ગીરદ ઉડતી જોઈ, અને એક બાજુએ અરબ અને મુસલમાનો અને બીજી બાજુએ હિન્દુ ને અફગાનોને ગીધ પેઠે ફૂટી પડવાને માટે તલ્પી રહેલાં જોયા ! શિવાજીને હવે શક વધ્યો, ને તેણે ધાર્યું કે પહેલાં જે સરદાર આવ્યો હતો તે જાણી જોઈને આપણને અડચણ કરવા આવ્યો હતો, ને તેટલા સમયમાં આ બધી ગોઠવણ થઈ ચૂકેલી છે. દૂરના નગરના લશ્કર કરતાં પણ ઘણું મોટું લશ્કર દૃષ્ટિમર્યાદામાં ઉભેલું જોયું અને તેમના ઘણા પટ્ટા ઘોડાઓનો હણહણાટ, તેમના ચાલવાથી ઉડતી રજો, ને ભાલાનો ચળકાટ સૂર્યના તેજથી વધારે પ્રકાશતો ઘડીમાં સૈન્ય દેખાતું ને ઘડીમાં વળી અદૃશ્ય થતું જોઈને શિવાજીએ જાણ્યું કે હવે ઢીલ માત્ર ટૂટી પડવાની છે.

“જા, ઓ દીવાના એલચી, તને આજે જીવતો જવા દઉં છું, તે એટલા માટે કે અમારી દક્ષિણી પલટણોના હાથ કેવા છે તે તમને તુરકડાઓને બતાવીએ.” ઘણા ગુસ્સામાં શિવાજી બોલ્યો - જો કે તે ધારતો હતો - તેને ખબર હતી કે આ યુદ્ધમાં જય નથી જ મળવાનો. “સલાદીન મૂર્ખ ! તું એલચીપણાને લાયક જ નથી. માંડવીનો ઠાકોર ને દેશાઈ પોતાનું લશ્કરી બળ કેટલું છે, તે અમારે મુકાબલે આવશે ત્યારે જોશે." આ વાક્ય પૂરું ન થયું, તેટલામાં તે સલાદીને પોતાને મારતે ઘોડે ચાલ્યો ગયો ને જોતજોતામાં ઝાડીની પેલી પાર અદૃશ્ય થઈ ગયો, તેણે પોતાના