પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૯૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧


પ્રકરણ ૨૨ મું
ઝપાઝપી

ન્ને બાજુના યોધાઓ તત્પર થઈને અગાડી ધસવાની રાહ હવે જોતા હતા. એક મોટી ટેકરીના ઓથામાં શિવાજીનું મરેઠી સન્ય એક બાજુથી રક્ષણ થવાના ઈરાદાથી ઉભું હતું. મરેઠાઓના મોં પરથી નૂર તો ઉતરી ગયું હતું, પણ શિવાજી ને તેના બીજા યોધાઓ પોતાના જયપર મુશ્તાક હતા. તેમને સંપૂર્ણ આશા હતી કે, ગમે તેમ થશે તોપણ આપણો જ જય છે. ચારે બાજુઓ શત્રુઓ છે તથાપિ ભય ઓછો બતાવવામાં આવતો હતો. માલુસરે પોતાના ઘોડાપર ઝળકાટ મારતો લશ્કરી પોષાક સજીને બેઠો હતો ને હાથમાં લાંબો ભાલો રાખ્યો હતો.

માંડવીના તથા દેશાઈના લશ્કરની મદદ આવવાથી નગરના લશ્કરને પૂરતું શર છૂટ્યું હતું. નવરોઝે દૂરબીન મૂકીને સામા લશ્કરની હીલચાલ જોઈ અને જોયું તો તે દૂર જતું દેખાયું. આગળ પોતાના લશ્કરને વધવાનો હુકમ કીધો. ધીમે ધીમે લશ્કર વધવા માંડ્યું અને શત્રુની હીલચાલ તપાસવા લાગ્યા. આ ક્ષણે આપણો શૂરો પહેલવાન પોતાની સેનામાં આવીને ભેળાઈ ગયો હતો. જે તંબુ તેણે સોનાથી ભરેલો જોયો હતો, તે ઉપડી ગયેલો દેખાયો. આ જોતાં જ નવાબને ઘણું લાગ્યું. પોતાની રૈયતની સકમાઈ આમ લૂટારો લૂટી જાય, તે જોવાને તે રાજી નહિ દેખાયો, પણ ઈલાજ નહોતો. લશ્કરને બે કામ કરવાનાં હતાં, એક પરાજય પમાડવો ને બીજો જય મેળવવો. આટલા માટે ધીમી ચાલે, પણ વેગમાં પોતાના સૈન્યને અગાડી વધવાનું સૂચવ્યું. મોતી જે આ વેળા ખરેખરી શૌર્યાવેશી સુંદરી અને અંબાને ભૂલાવે તેવી દેખાતી હતી તે મોખરે આવી. મણી, તેની સખી પણ આ વેળાએ કોઈ મહાતેજસ્વી કાંતિમતી જણાતી હતી. પોતાના લશ્કરના એક ભાગની સરદારી પોતે લઈ સૌને પુષ્કળ ઉષ્કેર્યા ને તેમાં જ્યારે શિરપર ટોપ