પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૩
ઝપાઝપી

પહેલો ધસારો પણ કરે તથાપિ તમારે અચળ કોટ માફક ટકી રહેવું. પ્રિય ભાઇઓ, વધો, ધીમે ને દૃઢ મને અગાડી વધો.”

નાની નાની પંક્તિઓ, જેની આસપાસ ઘોડેસ્વારની ટુકડીઓ વળેલી હતી, તેણે આકાશ ધ્રુજાવી મૂકે તેવી ગર્જના કરી. ભાલાવાળાએાએ ભાલા ઝગઝગતા કર્યા, તરવારીઆએાએ તરવાર મ્યાનમાંથી કાઢી, સામા શત્રુની છાતી ચીરવા બહુ બળવાન હોય તેવી રીતે પોતાનાં શસ્ત્રો દર્શાવી, તેઓ આ જિંદગી હવે વિજયમાળા પહેરી હૂર અને અપ્સરાઓને વરવા માટે જ છે એમ માની અગાડી વધ્યા. આ કીકીયારીનો ઘોષ, રીતિ અને વ્યૂહરચના આગળ, આપણને હાલની અધ્યયન રીતિ જોતાં એમ જ લાગે કે, એ માલ વગરની છે, પણ જે ઉત્સાહ ને બળ આ વેળાએ આવેલું હતું તે કોઈ પણ કાળને શોભાવતું હતું.

થોડે રસ્તે અગાડી વધ્યા, તેટલામાં દેશાઈનું લશ્કર બાજુથી અચાનક આવીને કૂદી પડ્યું ને પોતાના ઘોડાએાના ખોંખારા, દોડધામ ને અચાનક પ્રવેશથી નાગરિક લશ્કરમાં મોટો ગભરાટ એકવાર તો કરી મૂક્યો; અને સામી કીકીયારી સાંભળીને અનિયમિત, જે વળી સામા મરેઠાએાના લશ્કર આગળ તો બિસાતમાં નહોતા, તેમણે જ્યારે આવું જોયું ત્યારે ગભરાયા. પણ નવસારીના દેશાઈના લશ્કરના ઉપરીએ આવતાંવાર નવરોઝને સલામ કરી પોતાનો સંદેશો કહી દીધો, તે જોતાં સઘળા સ્વસ્થ થયા, ને વ્યવસ્થિત થઈને અગાડી દોરાયા. હવે જોર પુષ્કળ વધ્યું હતું. ધૂળ વિશેષ ઉડવા માંડી, અને અગાડી દેશાઈના ઘોડેસ્વારો વધવાથી નાગરિક સેના રક્ષણમાં રહી. ઘોડેસ્વાર પાસે રક્ષક ને સંહારક બન્ને જાતનાં શસ્ત્રો સજેલાં હતાં, ને જેઓ પૂર્વના કોઈ શહેનશાહના રક્ષકો હોય તેવા પ્રતાપી જણાતા હતા. આ પાંચસો સ્વારો હતા. તેમના ઘોડા પુષ્કળ પાણીદાર હતા. અરબી ને કાઠી ઘેાડાએાનો ઘણો ભાગ હતો. એક લશ્કરને દોરાવનાર પઠાણ-મુસલમાન હતો ને એકને દોરાવનાર એક પુરબિયા જેવો બ્રાહ્મણ હતો; તેઓનાં શિરોભૂષણ તથા બખ્તર