પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૪
શિવાજીની સુરતની લૂટ

ઝગઝગતા પોલાદનાં હતાં. જેનો ઝળકાટ રુપેરી રંગ જેવા મારતો હતો. વસ્ત્ર કીરમજી રંગનાં હતાં, જેમાં કોઈ કોઈ ઠેકાણે સોના તથા રૂપાના અલંકારો પણ ગોઠવેલા હતા; પાયજામાપરની કટીમેખલાપર રેશમ તથા સોનાનું જરીકામ હતું; ને પાઘડી જવાહિરથી જડેલી હતી. કૃપાણ (ખંજર) અને ભાલો ઉંચામાં ઉંચા પોલાદનાં બનાવેલાં હતાં જેના હાથાપર સોનું જડેલું હતું.

આ સઘળું લશ્કર અગાડી વધી ગયું અને રણક્ષેત્રના વાજિંત્રના નાદ થયા. સઘળા કેળવાયલા ઘોડાઓ ડાબા જમણા થઈને ઉભા અને સૌ સરદારોએ પોતપોતાની ટૂકડી સંભાળી લીધી. નવરોઝ અને મોતી મણીએ સૌથી મોખરાની સરદારી લીધી, ને પુરબિયા રણજિતસિંહે, ધોડેસવારોને હરોલમાં ગોઠવી દીધા. કાળા હબશીઓ કે જેઓ પૂર્વ કાળમાં મુસલમાન જનાનાના રખેવાળ તરીકે કામ કરનારા હતા, તેમને મોખરાપર લાવીને મૂક્યા અને સામા લશ્કરને બતાવી આપ્યું કે, તેઓ હવે લડવાને તૈયાર છે. શિવાજીનું સૈન્ય પણ તત્પર થઈને ઉભું હતું ઘણે દૂરથી નવાબને શિવાજી જોવામાં આવ્યો, જેનો દેખાવ કોઈ હિંદુને મળતો આવે તે કરતાં કોઇ પઠાણને વધારે મળતો હતો. સફેત પાઘડી જેપર સોનેરી ચટાપટા હતા, ઠુમસી દાઢી, લાંબા ગુચ્છા, વાંકડી મૂછો અને રૂપેરી બખ્તર સજીને તે અરબી ઘોડાપર સ્વાર થયો હતો. મોં પર પૂર્ણ ગર્વ પ્રકાશ્યો હતો અને તેનો દમામ જ સૌને થથરાવે તેવો હતો. નવાબે જોતાં જ મોટી બૂમ પાડી સઘળાને ચમકાવી મૂકયા “અલ્લાહ હો અકબર” એવી બુમ મુસલમાનેામાંથી ને “હર હર મહાદેવ” એ પોકાર હિંદુમાંથી નીકળ્યો.

આ મોટો ભયંકર અવાજ બંધ પડ્યો કે, તુરત જ મરેઠી સેનાએ પોતાનો રોબ જણાવ્યો. તેઓએ પોતાના ઘેાડાઓને અગાડી ધસાવી અને પચાસ ચુનંદા સ્વારો મોખરે આવી જીવ આપવા કે જીવ લેવો એવો ઠરાવ કરીને આગળ વધ્યા. તેમની પ્રકાશમય તથા ખૂને ભરાયેલી