પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૯૫

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૫
ઝપાઝપી

આંખો જ કહી આપતી હતી કે, તેમની ખુમારી એાર જ હતી. ભાલા રાખેલા, જે છાતી વિંધવા માટે જ હોય તેમ ધરેલા હતા. તેમને તેના સરદાર તાનાજી માલુસરેનો સખ્ત હુકમ હતો કે, પોતાના ભાલા એવા ભોંકવા કે તત્ક્ષણ જ શત્રુ ધૂળ ચાટતા થાય, પછી તે, રાજા હોય કે રંક હોય. સ્ત્રીઓને પણ મારવાની આજ્ઞા હતી, તથાપિ તેઓને લોંડી તરીકે પકડાય તો મારવી નહિ, એવો ઠરાવ હતો. ગમે તેમ પણ સ્ત્રીઓ તરફ પૂર્વના લોકો થોડા કે ઘણા માનથી જોતા આવ્યા છે. પુરુષો આ નાજુક જાતને દુઃખ દેવાની ઇચ્છા ધરાવતા નથી. ગમે તેમ પણ તેમનું રક્ષણ થાય એવી ઇચ્છા રાખે છે. નાજુકડી તરફ પોતાનાં મોહ મમત્વ દર્શાવવામાં તથા પ્રેમાળપણું બતાવવામાં થોડી મોટાઈ માનતા નથી. હાલના મરેઠા યોધાઓ કંઈ નાજુક જાતપર થોડી રહેમ બતાવતા નહિ, પણ જ્યાં ગાંડું ટોળું જંગલમાં છોડી દેવામાં આવે ત્યાં લેશ પણ વિચાર ન કરે, એ સ્વતઃ સિદ્ધ છે.

બન્ને લશ્કર હવે એક બીજાથી પચાસ ફીટ દૂર નહોતાં; તેટલામાં માલુસરે નવાબને જોઈને વિસ્મય પામ્યો. જે વેળા તે શિવાજીના લશ્કરની ભીણમાં હતો, તેના કરતાં તે હમણાં ઘણો ખૂબસુરત યેાધાને દીપાવે તેવો દેખાતો હતો. તેણે પાખરીયું બખ્તર સજેલું હતું તથા મોંના રક્ષણ માટે બુરખાવાળો ટોપ ધરેલો હતો; નગ્ન તરવાર, જમૈયો તથા ભાલો તેના હાથમાં હતાં, યુદ્ધના નજીકના પ્રસંગમાં આ પ્રમાણે, પોતાની સમીપ પોતાથી એ વિશેષ બળવાન યોધાને જોઈને તે ક્ષોભ પામ્યો. પોતાના અતિશય આશ્ચર્ય વચ્ચે તે બેલ્યો, “રે તું કોણ તરુણ છે ?”

“ઠગારા, વિશ્વાસધાતક કાફર, મને નથી ઓળખતો !” અજિત યોધાઓ ખીજવાટમાં ઉત્તર દીધો.

“નહિ, ઓ તરકડા હું તને ઓળખતો નથી !” તિરસ્કારથી માલુસરે જવાબ દીધો; “મેં તને મોતમાંથી બચાવ્યો, તેનો આ નતીજો કે મૂર્ખ ?”