પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૧૯૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૭
ઝપાઝપી

વિના ચેન નથી, માલુસરેએ ઘાણ બગાડ્યો છે, સામા લશ્કરમાં જોર છે, તેથી કહેવાઈ શકાતું નથી કે કેમ થશે ! હું જે ખડક પેઠે હમેશાં જ રહું છું તે જ દ્વંદ્વયુદ્ધમાં ઉતર્યો હોત તો વધારે સારું થાત જેથી જય જ મેળવત ! જો પ્રભુ ઇચ્છાએ મુસલમાનને ઠાર કીધો તો વિજયમાં વિક્ષેપ પડત નહિ. પણ રે ! માલુસરેનાં પાપ ઘણાં છે ને તે આ વેળાએ નડ્યાં છે, ને તે પાપના ભોક્તા મારે પણ બનવુ પડ્યું છે. ખરેખર, પા૫ બોલતું નથી, પણ બોળે છે; તે ડૂબતું નથી પણ ડૂબાડે છે; તે છાનું છે પણ પ્રકટ થાય છે. મેં મારી પ્રિયા રમાને રાજી રાખી હોત તો તેની અક્કલ હોંશિયારીથી મારો બચાવ કરત. દરવાજો ઉઘાડવામાં તેની મહેનત અથાગ હતી, તો આ વેળા તે ઘણી મદદ કરત. મેં તેનાપર પાપ ભરી દૃષ્ટિ કીધી ને મારી બુરી અવસ્થા થઈ. રે ! ઈશ્વરની લાકડીને અવાજ નથી. તે ગેબી માર મારીને પાયમાલ કરી મૂકે છે. હવે તો તે જે કરે તે ખરું. ગમે તેમ કરે મેદાન પડીને એક રસ્તો લાવવો, એટલે બસ. અગાડી વધીને માલુસરેને આશ્રય આપી, નવી યુક્તિથી કાર્યમાં ફતેહ મેળવું ત્યારે જ ખરો. હવે તો સ્વાશ્રયપર જ આધાર રાખવો.”

આ વિચારની ઘોળાઘોળ મનમાં થતી હતી, તેવામાં તે ઉમંગથી માલુસરેને આશ્રયે ગયો.

વખત ઘણો નજીક આવ્યો, નગારાંનો ડંકો થયો, વાજિંત્રનો શોર થયો,શંખો ફુંકાયા, તરવારીયાઓએ તરવાર તપાસી, નેજાદારે ભાલાની અણી તપાસી, ને પર્વત પેઠે માણસો અડગ થઈને ઉભા રહ્યા. પોતાની ને પોતાના વતનના રક્ષણમાટે બન્ને પક્ષના મનુષ્યોએ એક બીજાને જોરે જોમ૫ર ચઢતા જોઈને કેસરના રંગ વગર મનથી કેસરીયાં કીધાં. મોટા બનાવ સાથે એક બીજાઓ અગાડી વધ્યા. નાગરિક સૈન્યમાં ચીંગારીએ સળગાવવાની બંદુકો હતી, તેમાંથી અવાજો થયા ધડાકા સાથે મરેઠી સેનામાંથી પહેલે જ સપાટે પહેલી હરોલના દશ