પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૪
શિવાજીની સુરતની લૂટ


“એ ઉપમાને તો તે યોગ્ય છે;” માલુસરે બોલ્યો; “પણ તેનું બળ હવે તૂટી ગયેલું છે. પેલો વિકરાળ દૈત્ય પડ્યો, તે પછી નાગરિક સેના નરમ ઘેંસ જેવી થઈ ગઈ છે. શત્રુ પાસે જો સારાં હથિયાર હોત તો ખરે આપણને તોબા પોકરાવત, પણ તેમના ભાલા બુઠ્ઠા છે ને વળી જૂના પણ છે, તેથી જોઈયે તેવું કામ કરી શકતા નથી.”

“મને ભય છે.” શિવાજી મરેઠીમાં બબડ્યો, “હમણાં તેઓ પાછા હટ્યા છે, પણ ક્ષણવારમાં પાછા દોડી આવશે ને ઘણો જબરો મારો ચાલશે તો આપણને આ નાના નાળામાંથી નાસવું વિકટ થઈ પડશે."

“બસ, મારો ને તમારો એક જ વિચાર થયો છે,” માલુસરે એકદમ બોલી ઉઠ્યો, “હવે આપણે આપણું કામ ઝટપટ આટોપી દેવું જોઈએ. પરશુરામ અવતાર ! આપ જાણો છો કે જયનો પરાજય થતાં વિલંબ લાગતો નથી. મારી પાસે જે તીરંદાજો છે તેમનાં તીરો કશા ખપમાં લાગ્યાં નથી, ને હાથોહાથની લડાઈમાં તેમનો ઘાણ નીકળી ગયો છે. હવે તો પંઢરીનાથને હાથ સધળી વાત છે.”

“પણ શું આપણે હમણા તાકીદથી એક કામ નહિ કરી શકીશું ?” શિવાજીએ પૂછ્યું, “એકદમ પાછો ધસારો કરીને વિચાર કરતાં ને બળ પાછું ભેગું કરતાં તેમને અટકાવી નહિ શકીશું ?

“શામાટે નહિ ?” માલુસરેએ જવાબ દીધો. “આ આપણું વિવાદ યુદ્ધ ખરેખર ઘણું શોકકારક છે કે પહેલે સપાટે મોટી હારમાં આવી પડ્યા છીયે. જો હવે તરત જ કંઈ પણ થશે તો ખચીત ઘણો મોટો જય થશે. ભવાનીની પ્રાર્થના કરવી જોઈયે કે, તે આપણા હાથમાં વિશેષ બળ આપે ને શત્રુને નીચા પાડે.”

“ત્યારે તું જલદીથી સઘળાઓને ભેગા કરી પૂછી જો બધું !” શિવાજીએ કહ્યું.

“પણ શાને માટે ?” ગમગીન ચહેરે માલુસરેએ પૂછયું, “મારો એવો વિચાર છે કે હવે આપે આગેવાની કરવી - સૌને મોખરે થઈ જે