પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૯૮
શિવાજીની સુરતની લૂંટ


સુરલાલના હાથમાં સઘળી વ્યવસ્થા સોંપવામાં આવી. નવાબે પોતાની દૂરબીન કાઢી દૂર નજર ફેરવી તો માલુમ ૫ડ્યું કે મરેઠી સેના પણ તૈયાર થઈ છે, તેટલામાં એક સંદેશો લાવનારે આવીને કહ્યું કે “મહારાજ ! અમારી કાલીપરજની સેનાનો ઉપરી રણમાં પડવાથી જુવાનસિંગે તેનું ઉપરીપણું લીધું છે. તે એટલી હિંમતથી કહે છે કે, પેલા ચંડાળ લૂટારાનું કાળુંમેશ કરીને માટે જય મેળવીશ. પણ અમારા લશ્કરની યોજના અમને જ કરવા આપે હુકમ આપવો જોઈયે.”

“જો તે બરાબર બંદોબસ્ત રાખે તો અમારી ના નથી.” નવાબે કહ્યું “જો તમે તમારી યોજનાથી લડવા માગતા હો,”નવરોઝે તે સંદેશો લાવનારને કહ્યું, “તો મોખરે રહીને સૌથી પહેલો હલ્લો કરો, ને અમારું લશ્કર બંને પાંખો કાપી નાંખશે. પણ તારા જુવાનસિંગને કહેજે કે, જો પૂરી બહાદુરીથી લડશે નહિ ને કંઈ પણ દગાફટકાની વાત કરશે તો તને શત્રુ જેવો ગણી પહેલો પીખી નાખીશું. જા, જલદી જા ને મોખરે આવીને ઉભા રહે.”

સંદેશો લાવનારે ઘણા જોરમાં પોતાનો ઘોડો દોડાવી જઈને પોતાના ઉપરીને સંદેશો કહ્યો.