પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
બાદશાહી દરબાર

મોતી પણ તેટલામાં ઉભી થઈ, બંનેએ ચાલવા માંડ્યું, પણ તેટલામાં નવાબે કહ્યું:-“તારી ઇચ્છા જવાની નથી ! નહિ, નહિ, તું જ જા. સ્ત્રીઓની હાજરી આવા શોકપ્રસંગમાં ઘણી અસર કરે છે. તેનો કુમળો હાથ શિરપર ફરે છે તો તરત દુઃખ નાસી જાય છે, મન શાંત થાય છે અને આનંદ પમાય છે. સ્ત્રીનું હસતું મુખડું રાખવાને માટે તેનો સત્કાર કરવા માટે, તે પોતાનું દુઃખ વિસરી જાય છે, માટે મારી સંપૂર્ણ ઇચ્છા છે કે તું હરિલાલ પાસે જા અને તેને દિલાસો આપ.”

“પ્રિય પતિની જેવી ઇચ્છા ! હું જઈને તેના શોકનું નિવારણ કરીશ.” મોતીએ એમ બેાલી ચાલવા માંડ્યું, સઘળું લશ્કર પણ થેાડી વારે ઉપડી શહેરમાં આવ્યું.

આ વેળાએ હરિલાલ પોતાના ઘરના ત્રીજા માળ પર એક ખૂણામાં બેસીને પોકેપોક મૂકીને રડતો હતો. તેની પ્રિયાના શબને બાળી હમણાં જ તે માળ પર આવીને બેઠો હતો. મહા મુસીબતે તે છેલ્લી ઘડી સુધી ધીરજ રાખી રહ્યો. જે મર્દાઈથી શહેરના રક્ષણ માટે પોતાની પ્રિયાએ મહાભારત કામ કીધું હતું, તે માટે અત્યાર સુધી તે ધીરજ રાખી ધીરતાથી બેઠો હતો; પણ ઘરમાં, પોતાના ઓરડામાં પગ મેલતાં જ તેનાથી રહેવાયું નહિ, ને એકદમ પોક મૂકી રડવા લાગ્યો. ગમે તેવા પરાક્રમથી, ગમે તેવા વીર કર્મથી એક યોધો મરણ પામે છે, તે પણ તેનાં સગાં સ્નેહીઓની છાતી રુંધાઈ જાય છે; તો રણમાં, પોતા સમક્ષ પોતાની પ્રિય સ્ત્રીને મરણ પામતી જોઈ, તે યાદ આવતાં પતિની છાતી કેમ નહિ રુંધાય? હરિલાલને જેમ જેમ પોતાની સ્ત્રીની, રણપરાક્રમ કરતાં પોતાની બહેનોને બચાવવાની ઉલટ, યાદ આવતી હતી, તેમ તેમ તેનાથી રડવું થોભાયું નહિ. એટલામાં પોતાના ઓરડાનું બારણું, જે બંધ કરીને એ બેઠો હતો તે ઘણા જોરથી ઠોકાયું.

નવાબ પાસથી છૂટી પડી મોતી પોતાને મહેલે આવી, સઘળી ગુલામડીઓ તેની આસપાસ ફરી વળી હતી, ને તેનો સત્કાર કરવાને