પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૮
શિવાજીની સુરતની લૂટ

માટે સૌ તત્પર હતી. પણ આ સધળા સત્કાર છતાં મોતીના મોંપર જરા પણ હાસ્ય નહિ દેખાયું એટલે સૌ ગમગીન થયાં, ને શેાકવૃત્તિ ચોપાસ પથરાઈ ગઈ. થોડીવાર તેણીએ ડુસકાં ખાધાં, ને માથું નીચું નમાવીને બેઠી. પણ પછી પોતાનું કામ યાદ કરીને તે ઉઠી. મ્યાનો તૈયાર કરાવ્યો, ને તેમાં બેસી તે શહેર તરફ આવવાને નીકળી. રસ્તામાં આગલે દિવસે જે મોટો જય થયો હતો, તેથી સર્વ સ્થળે મોટો ઓચ્છવ થઈ રહ્યો હતો, અને બજાર પાછાં ઉઘડ્યાં હતાં. લોકોનાં ટોળે ટોળાં વાતો કરવાને સ્થળે સ્થળે ભેગાં થયાં હતાં. અનેક પ્રકારની વાતો ચાલતી હતી. કોઈ મોતી બેગમનાં અને કોઈ મણી શેઠાણીનાં પરાક્રમનાં વખાણ કરતાં હતાં. પણ મણી શેઠાણીના મોતને લીધે સઘળાં દિલગીર થઈ ગયાં; અને શાહને ત્યાં આ ગજબ ગુજર્યો તેનું સૌને સાલવા લાગ્યું. શહેરમાં આત્મારામશાહ એ તો ગરીબનો અન્નદાતા હતો, એટલે પછી દિલગીરી વ્યાપે તેમાં આશ્ચર્ય નહોતું. બરાનપુરી ભાગોળ નજીક હજારો લોક એકઠું થઈ ગયું હતું, ને શાહનાં કુટુંબને દિલાસો દેવા જવાને નાનાંથી તે મોટાં સૂધી સૌ તૈયાર થયાં હતાં; માંહોમાંહે વાતચીત કરતાં હતાં, તેટલામાં બેગમનો મ્યાનો આવી પહોંચ્યો. એક શહેરીએ પૂછતાં સ્વારે ખુલાસો કીધો કે બેગમ સાહેબ શાહને ત્યાં જાય છે; એટલે સૌ લોક તેમની પૂઠે મુંગે મોઢે ગયાં. શાહના ઘર નજીક જતાં સુધીમાં તો શહેરના પોણા ભાગ જેટલા મરદો આ દિલાસો દેવાના સરઘસમાં સામેલ થઈ ગયા. પુષ્કળ લોકોની ગીરદીને લીધે મોતી પણ ગભરાઈ કે, હવે અંદર જવું એ મોટું મુશ્કેલ છે. પણ બે સ્વારે વરદી આપી કે સૌ લોક મુંગે મોઢે દૂર ખસી ગયાં. મોતી બેગમ મ્યાનામાંથી નીકળી ઘરમાં ગયાં ને પોતાનો બુરખો કહાડી નાખ્યો. શાહના કુટુંબ સાથે કંઈ ભિન્નભાવ જેવું થોડું જ હતું. તેમાં હવે તો શાહ ને તેમાં હરિલાલે જે રાજસેવા આજે બજાવી હતી, તે તો નવાબના રાજકુટુંબના ઇતિહાસમાં નોંધી રાખવા યોગ્ય બનાવ હતો, એટલે બેગમ સાહેબ ઓજલ પડદો રાખે એ ભિન્નભાવ