પૃષ્ઠ:Shivaji-Ni-Loont.pdf/૨૨

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨
શિવાજીની સૂરતની લૂટ


બાવાજીની પર્ણકુટીમાં બહિરજી અને બેરાગી બંને જુદી જુદી ખાટલીપર પડેલા હતા. થોડીવાર તો બંને અબોલ પડી રહ્યા. પણ વખત વીતે તો ઠીક એમ લાગવાથી બાવાજી બોલ્યાઃ-

“બચ્ચા, તુમ કીધરસે આયા? તેરા નામ ઠામ ક્યા હૈ ?” મરાઠાએ ઉત્તર આપ્યું: “મહારાજ મારું નામે નથી અને ઠામે નથી જ !”

“કયા બચ્ચા એસી ગંડુ જેસી બાત કરતા હૈ ! કીસકીભી સીપાહગીરી તુમ ખેડતે હો ના ?”

“હું કોઈનો નોકરે નથી ને કોઈનો ચાકરે નથી,” તે મરાઠે કહ્યું.

“તેરા ધર્મ કોનસા હૈ ?"

અહીંઆ પણ મરાઠાએ તાલ લગાવી, "એક બ્રહ્મવિના મારો ધર્મ નથી."

બાવાજીએ આશ્ચર્યતામાં ગરક થતાં વિચાર્યું કે, આ કોઈ જેવો તેવો માણસ ન હોય. એના બોલવાની રીતભાત જ ઓર છે. પણ બાવાજીએ પાછી તાલમેલથી વાત ચલાવી; અને એ દક્ષિણી કેવા હેતુથી આવેલો છે, તે જાણવાની જિજ્ઞાસા વિશેષ રાખી.

“લડકા, એ અસાર સંસારમેં સાર માત્ર ઈશ્વરકા નામ હૈ. મૈં જાનતા હું કે, તું કોઈ બડા બહાદર સિપાહ હૈ. લેકીન બાતચીતપરસે તો નઝર આતા હૈ, કે તું બડા હેમકગમાર હૈ;” એમ બાવાજી બોલ્યા. પછી લગારવાર થોભીને બાવાજીએ પાછી વાત ચલાવી. “એ સુરત બડા મુલ્ક હે, કુછ ધંધા રોજગાર કરો, કુછ પેસા લાવ ઓર મઝા ઉડાવ ! ઈધર તો પેસેકી બડી ધૂમ ચલતી હૈ. રાતદિન લોક અમન- ચમન કરતે હૈ. લાખો ઔર કરોડો રૂપેકી ઉથલપાથલ હોતી હૈ, લોકકું બેપાર રોજગાર મેં અચ્છી કમાઇ હૈ, લેકીન ઈધરકા નવાબ- જેસે ગંડુઓકા પાચ્છા હૈ. રાત દિન અમન ચમન ગુજારતે. લેકીન એ પિંડારા મરાઠા જો ઇધર ઉધર પડે તો ક્યા સત્યાનાશ હો જાવે, કુછ કહેનેકી બાત નહિ. તુમ ઓ પિંડારાકી તહેનાત છોડકર કાયકે